________________
“પ્રીત ન કરિયે કોય”
નાઇકેલ સન-લોકસના પત્રે ગ્રીબાના અતરમાં વિરોધી લાગણીઓનું જે રમખાણ જગવ્યું, તેવું કોઈ જુવાનના કોઈ યુવતી ઉપરના પત્રે નહિ જગવ્યું હોય. તે પત્રે તેને પ્રેમાવેશથી કંપાવી મૂકી, પણ સાથેસાથ ભયથી ગાભરીય કરી મૂકી. તે પચે તેને આનંદમાં ગરકાવ કરી દીધી, પણ સાથોસાથ હતાશાથી ઠંડીગાર પણ! તે પત્ર વાંચી તે હસવા લાગી, પણ સાથોસાથ રડવા લાગી. તે પાને તેણે ધ્રુજતા હોઠોથી ચુંભ્યો ખરો, પણ તરત જ તેની કંપની આંગળીઓમાંથી તે નીચે સરી પડ્યો.
પણ છેવટે તે પરાની સરવાળે અસર એટલી થઈ કે, તે ઝટપટ પિતાના પિતા અને સન-લોસ પાસે જઈ પહોંચવા આતુર થઈ ગઈ - સામો પત્ર લખવાથી માઇકલ સન-લૉકસનો કોઈ વિશ્વાસુ માણસ તેને તેડવા આવે તેની રાહ જોયા વિના જ.
પણ થોડી વાર બાદ તેને જુસ્સો કંઈક શાંત પડતાં તેને જેસનની યાદ આવી. તેણે એને વચન આપી દીધું હતું – અને હવે જો તે એ વચન ફોક કરે, તો જેસનનું હૃદય સદંતર ભાગી પડે, એની તેને ખાતરી હતી. પણ તો પછી સન-લોકસનું શું? જેસનને તો જેસનના પોતાની ઉપરના ઉત્કટ પ્રેમને કારણે તે ચાહવા લાગી હતી; પણ સનલૉકસને તો ગ્રીબા પિતાના જ અંતરમાં ઊભા થયેલા પ્રેમથી પૂજતી હતી.