________________
૧૮૪
આત્મ-બલિદાન “ગવર્નર-જનરલને તે બહારનુંય ઘણું ઘણું મળતર હોય,” જેકબે કહ્યું.
પણ ગ્રીબાને એ બધું આપવા-લેવા આઇસલૅન્ડ કોણ જશે?” શરે પૂછયું.
લો, જવું પડે તે જવામાં મને વાંધો નથી.” જેકબે જવાબ આપ્યો.
મને પણ તમારી સાથે આવવાનું મન ન થાય એમ નહિ.” જેને ઉમેર્યું.
અને બાકીના ચારેએ મને મન નક્કી કરી લીધું કે, એમને પણ ગવર્નર-જનરલના મળતરમાં ભાગ પડાવવા આઇસલૅન્ડ જવામાં કશો જ વાંધો ન હતો!
વેરની આગ !
સને મેન-ટાપુમાં પિતાનું જે કંઈ દેવું હતું તે ચૂકતે કરી દીધું અને પછી તે આઇસલૅન્ડ જવા ઊપડયો. આદમ ફેબ્રધર
જેટલા પૈસા સાથે આઇસલૅન્ડ જવા નીકળ્યો હતો, તેના કરતાંય તેના ખીસામાં તે વખતે ઓછી રકમ હતી.
માઇકેલ સન-લૉકસ રેકજાવિમાં છે, એ સિવાય બીજી કંઈ વિશેષ માહિતી તેને ન હતી. છતાં તેને શોધવા અને તેના ઉપર માએ કરમાવેલું વેર લેવા તે નીકળ્યો હતો. જે વહાણમાં તે ઊપડ્યો, તે વહાણ તે ડેન્માર્કની રાજધાની કૉપનહેગન જતું હતું. ત્યાં પહોંચી ત્યાંથી તેણે રેકજાવિક જતા એક જહાજમાં જગા મેળવી લીધી.