________________
થીબા ગઈ!
૧૮૩ અને એકેએક પથ્થર ! પછી પોતાની ઝૂંપડીમાં જઈ તે ત્યાંનું બધું સંગ્રહસ્થાન કાઢી લાવ્યો અને તેને દરિયામાં પધરાવી દીધું.
દરમ્યાન ફેબ્રધર ભાઈઓ ભેગા મળી સંતલસ ચલાવવા લાગ્યા.
“માળો સન-લૉકસ આઇસલેન્ડનો પ્રેસિડન્ટ થયો છે, એ તો ગવર્નર-જનરલ જ ગણાય.” થર્સ્ટન બોલ્યો.
“મારો બેટો!” જૉન બેલ્યો.
“ગ્રીબાડી તો ખાસી તવંગર બની જશે, હું હંમેશા કહેતો હતો કે, તે મોટી લેડી થવાને લાયક છે.” રૉસ બાલ્યો.
હંઅં! પણ આપણે કો જરા બાઘા તે ખરા !!! સ્ટીન બોલ્યો.
તમે લોકોએ માન્યું જ નહિં; હું તો તમને પહેલેથી કહેતો હતો કે આપણે એ છોકરી સાથે સારો વર્તાવ રાખવો જોઈએ.” શરે ઉમેર્યું.
“થે, લ્યો, હજુ કંઈ બગડી ગયું નથી.” જે કબ બેલી ઊઠયો.
કેમ? હવે શું થઈ શકે, વારુ?” બીજા સામટા પૂછી
બેઠા.
“આપણે તેની પાછળ જઈ પહોંચવું જોઈએ, વળી!” જેકબે કહ્યું.
"હું?”
“સાંભળો! આપણે આપણા એક ભાગનું ખેતર વેચી દઈ, તેના પૈસા લઈ તેની પાસે જઈએ અને તેને કહીએ કે, આપણે તેના સાતમા ભાગના ખેતરની કિંમત પહોંચાડવા આવ્યા છીએ.”
વિચાર સારો છે.” જૉન બોલ્યો.”