________________
આત્મ-બલિદાન થોડી વારમાં આખું ઘર ઘસઘસાટ ઊંઘમાં પડી ગયું. ત્યાર પછી આદમ ધીમે રહીને ઊઠ્યો અને બંધ ફાનસને હાથમાં લઈ, તબેલા તરફ ગયો. ત્યાંથી પેલા આઇસલૉન્ડવાળા માણસને ઉઠાડી, પોતાની પાછળ આવવાની નિશાની કરીને તે તેને આંગણામાં બારી પાસે લઈ આવ્યો. તેણે કરેલી નિશાની મુજબ પેલાએ અંદર નજર કરી, તો પેલા ચાર માણસો પાટલીઓ ઉપર ઘસઘસાટ ઊંઘતા હતા. પેલો સહેજ ઘૂરકી, પોતાની કમરે બાંધેલી છરી હાથમાં લઈ એક ડગલું આગળ વધ્યો, પણ આદમે મક્કમતાથી તેને હાથ પકડી રિથર નજરે તેની સામું જોયું, એટલે પેલો તરત પાછો ફરી, બહાર અંધારામાં અલોપ થઈ ગયો.
બીજે દિવસે સવારે તો પેલા ચાર જણા ખાલી હાથે રેમ્સ પાછા ફર્યા, અને સૂર્યોદય થતાં એમનું અંગ્રેજ જહાજ સઢ ચડાવી ત્યાંથી વિદાય થઈ ગયું.
રેગ્નેની દક્ષિણ તરફ બે સુંદર અખાતો આવેલા છે : એક લેંગ્વ કહેવાય છે, અને બીજો પૉર્ટી-વૂલ. પૉર્ટી-વૂલના કિનારા ઉપર કાચા કોલસાનાં ગચિયાંની બનાવેલી એક ઝૂંપડી આવેલી છે. તેમાં રહેતી સ્ત્રી સવારમાં ઊઠીને કિનારે ગઈ, ત્યારે ત્યાં ભાગીને પડી રહેલી હોડીના માળખામાં એક માણસને સૂતેલો તેણે જોયો. પેલી બાઈએ તેને ઉઠાડ્યો અને પોતાની ઝૂંપડીમાં પાછળ પાછળ આવવા નિશાની કરી.
ગઈ રાતે તે માણસને સારામાં સારા મકાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, આજે સવારે ખરાબમાં ખરાબ – અંધારિયા અને ભેજવાળા – ઘોલકામાં તેને નિમંત્રવામાં આવ્યો હતો.
૧. જરૂર મુજબ ઓછું-વતું અજવાળું પાડી શકાય તેવા ખસતા ઢાંકણવાળું અને બીજી બાજુએથી બંધ એવું ફાનસ. – સંપા.
૨. “પીટ.” ભેજવાળા ભાગમાં વનસ્પતિ દટાઈ – સડીને જે રૂપાંતર થાય છે, તે છેદીને સૂક્વીને બાળવાના કામમાં લેવાય છે. - સપાત્ર