________________
સનબ્લોકસ નિમંત્રનાર સ્ત્રી લિઝા કિલી હતી – આખા ટાપુની ફવડ અને બદચલન તરીકે પંકાયેલી બાઈ..
અને પેલો માણસ હતો, સ્ટિફન ઓરી.
સન- લક્સ
આઇસલૅન્ડથી ભાગી છૂટયે સ્ટિફન ઓરીને એક મહિનો થયો હશે. તે દરમ્યાનનો તેને ઇતિહાસ ટૂંકમાં જ કહી દેવાય તેમ છે. પોતાની પત્નીને જે જંગલી ફેટ તેણે મારી હતી, તેની શરમ તેમજ પત્નીએ પૅટ્રિકસનને ખૂની કોણ હતો તે જાહેર કરી દેવાની આપેલી ધમકીને ડર, – એ બંનેને માર્યો તે, બંદરમાં પડેલા એક અંગ્રેજ જહાજના ભંડકિયામાં ઘૂસીને છુપાઈ ગયો. એ જહાજ તે જ રાતે આઇસલૅન્ડથી ઊપડયું. બે દિવસ ભૂખમરો વેઠયા પછી તે પિતાની છુપાવાની જગામાંથી બહાર આવ્યો, ત્યારે તેને કૂવાથંભનું કામ કરવાની ફરજ પાડવામાં આવી. દશ દિવસ બાદ જે પહેલું અંગ્રેજ બંદર આવ્યું, ત્યાં તેણે એ જહાજના ખલાસી તરીકે કરારનામું લખી આપ્યું. પણ પછી આળસ કરવા માટે સજાઓ, અણ-આવડત માટે સજાઓ, દરિયાઈ અફસરની ભાષા ન જાણવા બદલ સજાઓ, અને છેવટે ધમકીઓ તથા મારામારી આવ્યાં. કમાને સ્ટિફન ઓરીના માથામાં લોખંડનો સળિયો ઠોકી દીધો, તો સ્ટિફને તેને જહાજ ઉપરથી દરિયામાં જ ફગાવી દીધો. પરિણામે અઠ્ઠાવીસ દિવસ બેડીમાં જકડી રાખવાની સજા થઈ – બે દિવસે ખાવા માટે એક વખત પાણી અને રોટી મળે, એટલું જ. છેવટે એક સાથી ખલાસીએ દયા લાવી તેને ભાગી છૂટવાની તક મેળવી આપી, અને જહાજ જ્યારે સેના