________________
४०
આત્મ-બલિદાન અખાતમાં લાંગર્યું હતું, ત્યારે સ્ટિફન તરતો તરતો કિનારે પહોંચ્યો. પછી જે રીતે શહેરની ધમાલ ઓળંગી, તે લૉગ્ય મથકે છુપાયો અને ત્યાંથી પૉર્ટી-વૂલ સુધી આવ્યો, તે બધું આપણે હમણાં જ જાણી આવ્યા.
પેલી લિઝા કિલીના ઘોલકામાં આવ્યા પછી શું થયું, તે તો સાચેસાચું કોઈ કહી શકે તેમ નથી; –માત્ર કલ્પના કરી શકાય. પણ તે એની સાથે રહેવા લાગ્યો, એ નક્કી. લિઝા એક દેવાળિયા અંગ્રેજની પડોશમાં રહેતા પાદરીની દીકરીથી થયેલી પુત્રી હતી. તેના બાપે તેને સ્વીકારી ન હતી, અને માએ તેને છૂપી રીતે કોઈને ઉછેરવા સોંપી દીધી હતી. તેનો ઉછેર આમ અજ્ઞાન અને અપવિત્રતામાં જ થયો હતો.
" લિઝાએ સ્ટિફનને કઈ કળાથી, કઈ ચાલાકીથી, કયા આકર્ષણથી પિતાની પાસે રાખી લીધો હશે, એની કલ્પના કરવી પણ અઘરી નથી. તે કેદમાંથી ભાગી છૂટેલો માણસ હોઈ, તેને બીજું કોઈ પોતાના ઘરમાં આશરો આપવાનું વિચારે તેમ નહોતું. વળી, તે પરદેશી હોઈ, જાતે વાત કરી શકે તેમ નહોતું; કે બીજું કોઈ લિઝા વિશે કંઈ કહે તો સાંભળી-સમજી શકે તેમ નહોતું. અને સ્ટિફન કદાવર અને સુઘડ બાંધાનો જુવાન તો હતો જ. છેવટે કેટલાય કાવાદાવા અને ગોઠવણોને અંતે એક દિવસ દેવળમાં જઈ, લિઝા કિલી અને સ્ટિફન લગ્ન માટેનો પ્રસ્તાવ નોંધાવી આવ્યાં અને ત્રણ અઠવાડિયાં બાદ લગ્ન પણ થયું.
- લિઝાનાં પડોશીઓએ વિઝાને લગ્નની ઊજવણીમાં બનતી મદદ કરી. ખાન-પાનના સમારંભ માટેની બધી ગોઠવણ લિઝાના જૂના યારોએ જ કરી હતી. એક જણ એટલે કે, વીશીવાળો નેરી ક્રો દારૂ ઊંચકી લાવ્યો; બીજો અધું ઘેટું લઈ આવ્યો; અને ત્રીજો છીંકણીની દાબડી ઠસેઠસ ભરી લાવ્યો.