________________
૪૧
સન-લૉફિસ આ બદચલન સ્ત્રી-પુરુષોની હાજરીમાં ગંદી મશ્કરીઓ, દારૂ ઢીંચીને કરેલાં તોફાને – ગાળાગાળી – અને મારામારીથી લગ્ન તો જે રીતે ઊજવાય તે રીતે ઊજવાઈ ગયું. અલબત્ત સ્ટિફન તે દરમ્યાન પોતે કયાંથી કયાં આવીને ફસાયો એનો વિચાર કરતો બહાર જ ઘૂમતો રહ્યો હતો. અને તે કોઈની ભાષા સમજતો ન હોવાથી તેની એ ગેરહાજરી કોઈએ મન ઉપરેય ન લીધી. મોડી રાતે ઘોલકામાં પાછા આવી, તેણે ટે થઈને પડેલાઓને ઊંચકી ઊંચકીને તેમને ઘેર પહોંચાડી દીધા.
આ લગ્નની લિઝા ઉપર એવી જ અસર થઈ છે, જેવી બદચલન સ્ત્રીઓ ઉપર થાય – તે હવે વધુ આળસુ, વધુ બેપરવા અને વધુ ધૃષ્ટ બનતી ગઈ. પિતાને પુરુષ પાસે હોવાથી હવે તેને કલંકનો ડર રહ્યો નહિ. તેણે પોતાનું નાગાપણું લગ્નના આંચળા હેઠળ ઢાંકી દીધું; એટલે તેની રહી સહી સ્ત્રી-સહજ શરમ પણ દૂર થઈ ગઈ.
સ્ટિફન ઓરી ઉપર પણ આ લગ્નની સારી અસર ન થઈ. તે વધુ આળસુ, વધુ ગમગીન અને વધુ અસહાય બની ગયો. જીવનમાં તેનો કશો હેતુ કે કશું પ્રયોજન બાકી ન રહેતાં તેનું જીવન જાણે સ્થિગિત થઈ ગયું. શરૂઆતમાં તો માછલાં પકડવા બીજાની સાથે તે જતો પણ ખરો, પણ ધીમે ધીમે તે કામ પ્રત્યેય એ બેદરકાર બનતો ગયો, અને કલાકોના કલાકો કશે વિચાર કર્યા વિના કે કશું કામ કર્યા વિના જડની પેઠે પડી રહેવા લાગ્યો. આમ પતિ-પત્ની બંને પિતે ઊભા કરેલા કાદવના સડામાં વધુ ને વધુ ગરકાવ થતાં ચાલ્યાં. બંનેને એકબીજા પ્રત્યે કશો આદર કે કશો ભાવ તો ન જ ઊભો થયો, ઊલટું નર્યો તિરસ્કાર અને નર્યા અનાદરનો જ સંબંધ બંને વચ્ચે જામતો ગયો.
પણ કુદરતનો ક્રમ તો બધે ચાલુ જ રહે છે, એટલે વખત જતાં તેમને ત્યાં પણ પુત્રને જન્મ થયો. છોકરશે એવો ધિગો અને રૂપાળી