________________
૧૯૮
આત્મબલિદાન તેમાંથી અચાનક “હત્યા ન કરવી” એ આદેશના અક્ષરો હવામાં થઈ તેના પ્રત્યે ધસી આવ્યા. તરત જ જેસન ઊભો થઈ ગયો અને ભીડ વધતે દેવળની બહાર નીકળી ગયો.
બહારની ખુલ્લી હવામાં આવતાં તે પાછો સાબદો થશે. તેને તરત જ વિચાર આવ્યો – “હું ત્યાં ક્યાં કરું છું? હું તે ઈશ્વરે પાપિયાને પાપ બદલ જે સજા કરવા ધારી છે, તેનું નિમિત્ત – તેનો હાથો માત્ર બનું છું.’ એટલે તે ફરીથી દેવળમાં દાખલ થવા ગયો, પણ ભીડ વીંધીને આગળ જઈ શક્યો નહિ. તેવામાં વર-વધૂની મંડળી આવી પહોંચી, એથી ત્યાં લોકોની ધમાલ મચી રહી.
થોડી જ વારમાં દેવળમાંથી ઑર્ગન-વાજાના સુર સંભળાવા લાગ્યા – લગ્નવિધિ શરૂ થયો હતો.
જ સન હવે બહાર જ નીકળી ગયો. દેવળના કંપાઉંડને દરવાજે ઉત્સવ-કમાન તાણેલી હતી, અને છ માણસો ત્યાં રણશીંગા અને બંદૂકો લઈ, લગ્ન બાદ વધુ દેખા દે કે તરત સલામી આપવા તૈયાર ઊભા હતા. બહાર શેરીમાં એક સ્ટૉલ ખાન-પાનની સામગ્રીથી તૈયાર રાખેલો હતો – જેઓ બહારગામથી તે દિવસે ત્યાં આવે તેમને માટે.
જેસન ટોળાંની ભીડમાં જ દેવળનો છાંયો પડતો હતો ત્યાં ઊભો રહ્યો. બે બુઠ્ઠી વાતો કરતી હતી.
“અલી, એ તો અંગ્રેજ છે; ના, ના, આઇરિશ છે; ના, ના, . મૅન્કસ છે – અરે જે હોય તે. પણ તે પરદેશી તે છે જ અને કોઈ સમજે એ એક અક્ષરેય બોલી જાણતી નથી. રાજભવનની સફાઈ કરનારાં હેલ્ડા-મા એમ કહેતાં હતાં – અને એમને તો ખબર હોય જ ને?” ,
“ . પણ લોકો કહે છે કે, એ છે તો ખૂબ રૂપાળી અને મીઠડી.” બીજી ડોસી બોલી.
તરત એક જુવાનિયો એ બે વચ્ચે પિતાનું મોં બેસીને બોલ્યા “શું હેલ્ડા-મા રૂપાળાં ને મીઠડાં છે?”