________________
-
૧૯૯
ધરપકડ હેલ્ડા-માની કોણે વાત કરે છે ને? હું તો આપણા પ્રેસિડન્ટ જેની સાથે અત્યારે લગ્ન કરે છે તે બાનુની વાત કરું છું. અને સાંભળ્યું છે કે, બાનુના બાપુ એમના લગ્નમાં હાજર રહેવા આવતા હતા તેવામાં કિનારા પાસે જ તેમનું જહાજ તૂટી ગયું. એટલે ગવર્નર મારા દીકરા એસ્કરને બીજા વીસેક જણ સાથે સ્ટેપન તરફ તેમની તપાસ કરવા મોકલ્યો છે. પંદર દિવસ થઈ ગયા, હવે એસ્કર પાછો આવી પહોંચવું જોઈએ.”
આ લોકોએ એની રાહ જોવી જોઈતી હતી, એમણે પરણવાની ઉતાવળ કેમ કરી, વારુ?”
પેલો જુવાનિયો હસતો હસતો વચ્ચે બોલ્યો, “ઓસ્કર આવી પહોંચે એની રાહ આ લોકોએ જોવી જોઈતી હતી, ખરું ને?”
“ના, ના, બાનુના બાપની, બાઘા! એ બિચારીને બાપ વિના કેવું અટૂલું લાગતું હશે? પણ બિશપ જૉન બહુ સારા માણસ છે; તે એની બરાબર સંભાળ રાખે છે.”
“એમને એવી સારી પત્ની જ મળવી જોઇએ.” બુઢ્ઢા બિશપ જૉનને?” પેલો જુવાનિયો બેલ્યો.
હું આપણા જુવાન ગવર્નરની વાત કરું છું, ત્યારે તું શાનો વચ્ચે ગતકડાં મૂકે છે, મુઆ? આપણા ગવર્નર કેવા સારા માણસ છે? ના ગવર્નર તો કોઈ સાથે બેલેય નહિ, પણ આ તો કાલે રસ્તામાં મને મળ્યા કે તરત કહેવા લાગ્યા, ‘ગૂડ મૉર્નિંગ, તમારો દીકરો હવે પાછો આવવામાં જ હશે; હવે વધુ મોડું નહિ થાય.” .
ભગવાન ગવર્નરનું ભલું કરે; પેલી પરણનારીનું પણ, ભલે પરદેશી હોય કે નહિ – બંને જણ લાંબુ જીવે.”
અને ખાસાં ડઝનેક છોકરાં તેમને થાય -” પેલા જુવાનિયે ઉમેર્યું.
' એ સાંભળી, ત્રણે જણ ભેગાં જ હસવા લાગ્યો.