________________
ધરપકડ
૧૯૭
જોવા આવવું હશે તે હું તને અંદર બેસવાની ગાઠવણ કરી આપીશ – પણ એ બધું મારા ઉપર છેાડી દે.'’
એ સાંભળી જેસનના પગ જાણે ભાગી પડયા, તે ખાધાપીધા વિના જ ઘરમાંથી નીકળી ગયો અને કશા પ્રયોજન વિના ફાવે ત્યાં ભટકવા લાગ્યો.
આખરે તેણે નિશ્ચય કરી લીધા કે, બીજે દિવસે ડોસી દેવળમાં બેસવાની સગવડ કરી આપે, તે વેદી પાસે જ આગળ એક ખૂણામાં બેસવું અને પછી લગ્ન ટાણે જ બેધડક પાસે જઈ માઈકેલ સનલૉકસને કતલ. કરી નાખવા; ગ્રીબા તરત ગાભરી થઈ મારી તરફ જોશે અને મને ઓળખી કાઢશે, પછી સ બેભાન થઈ મારા પગ આગળ ઢળી પડશે; તે વખતે હું આસપાસ ઊભેલાઓને શાંતિથી કહીશ, આ બૂન મેં કર્યું છે; મને પકડી લો ' પછી જ્યારે ભગવાનના દરબારમાં મારે જવાબ આપવાનો થશે, ત્યારે હું બેધડક કહીશ કે, ભગવાન પાપિયાંને સજા કરતા નથી, એવું પૃથ્વી ઉપરના લોકોને ન લાગે, તે માટે જ મેં આ કૃત્ય કર્યું હતું. ધર્મશાસ્ત્રમાં કહ્યું જ છે કે – પાપીને તેના પાપનો અચૂક બદલો મળશે; અરે તેની ત્રીજી અને ચોથી પેઢી સુધી.’
6
બીજે દિવસે ડોસી તેને દેવળમાં લઈ ગઈ, ત્યારે તે પાતે મન સાથે નક્કી કરેલે સ્થાને જઈને બેઠા. બિશપ જે દ્વારે થઈને દાખલ થવાના હતા તે દ્વાર સામે જ હતું; તથા જે રસ્તા ઉપર થઈને વરવધૂ વેદી પાસે જવાનાં હતાં તે રસ્તા કુલ પાથરી અલગ રાખવામાં આવ્યા હતા. વેદીના કઠેરામાંથી દશ આદેશની તખ્તી દેખાતી હતી.
* સિનાઇ પવ ત ઉપર પેગમ્બર માચિસને ભગવાને આપેલા ઇશ્વરી નિયમા : એક જ પરમાત્માની પૂજા કરવી – બીજી મૂર્તિ ની નહિ; માતાપિતાને માન આપવું; હત્યા ન કરવી; ચારી ન કરવી; ખાટી સાક્ષી ન પૂરવી; પડેાશીની પત્નીની કામના ન કરવી; પડાઓના ધનના લાભ ન કરવા ૪૦. સા