________________
વેરની આગ!
૧૯૧ બધા અણધાર્યા મળ્યા હતા કે, તે એના અંતરના વિક્ષોભને દબાવીને કિશો વિચાર કરી શકયો નહિ.
થોડી જ વારમાં તે કશું મન સાથે નક્કી કર્યા વિના, બિશપના મકાન તરફ ચાલ્યો, – જાણે કોઈ તેને હાથ પકડીને ખેંચી જતું હોય.
બિશપના ઘર સામું જોઈને તે ગણગણ્યો – “એ માઇકેલ સનલૉકસ મારા માર્ગમાં પહેલેથી માંડીને અત્યાર સુધી આડે જ આવ્યા કર્યો છે : તેણે મારા જીવનની બધી સારી વસ્તુઓ પચાવી પાડી છે. તે અત્યારે યશ, ધનસંપત્તિ અને સુખશાંતિની ટોચે ઊભે છે, ત્યારે હું રાતના અંધારામાં ઘરબાર વિનાને રવડત ફરું છું. બસ, હું અત્યારે જ એનું કાટલું કાઢી નાખું – અબઘડી – અત્યારે!”
પણ તરત જ તેને યાદ આવ્યું કે, તેણે માઇકેલ સન-લૉસને કદી પોતાની નજરે જોયો નથી; એટલે બધાં માણસેમાંથી તેને કેમ કરીને ઓળખી કાઢી શકશે? તેણે જરા ધીમેથી – સાવચેતીથી – આગળ વધવું જોઈએ – પહેલાં તેને બરાબર ઓળખી લેવો જોઈએ.
જેસન હવે પોતાને ઉતારે પાછો ફરવા તૈયાર થયો. એટલામાં અચાનક બિશપના મકાનમાંથી, વાજિત્ર સાથે કોઈ મધુર અવાજે ગાતું હોય એવો અવાજ તેને સંભળાયો. તે ગ્રીબાને જ અવાજ હતો, – ગ્રીબા પ્રેમ-ગીત ગાતી હતી, અને એટલા બધા ભાવથી ગાતી હતી કે, વેરો તેની પાસે જ ઊભા હોવો જોઈએ, એમ જેસનને લાગ્યા વિના ન રહ્યું.
“એને માટે જ ગ્રીબા મને છોડીને અહીં દોડી આવી છે – એનાં માન-મરતબાથી લોભાઈને – એનાં સુખ - આરામમાં ભાગીદાર બનવા!”
તરત જ તેને વિચાર આવ્યો કે, એ સ્ત્રી માટેના તેના પ્રેમે તેને પાંચ પાંચ વર્ષ સુધી કેવી દેખાબાજીમાં રાખ્યો હતો. એ સ્ત્રીને કારણે
૧. ગ્રીબાને વરાયેલે પતિ – માઈકેલ સન-લૉસ.