________________
આત્મ-બલિદાન પિકાર કરવા લાગ્યા. તે જીવતે પાછો આવ્યાની વાત તેઓએ હમણાં જ સાંભળી હતી.
“ત્યારે તું પરદેશ ચાલે ગયે હો કેમ?” “તને તે અહીં બધાએ દાટી દીધા છે!” “પરદેશમાં પરણ્યો-બરો છે કે નહિ?” “નથી પરણ્યો? – તો તો આઇસલૉન્ડની છોકરીઓ જ વધુ સારી છે, ખરું?” “પણ ભાઈ, તું એને ખોટે વખતે બહાર ચાલ્યો ગયો – તું ન મળ્યો એટલે તારા દાદા જૉર્ગન જૉર્ગન્સને તારે બદલે માઇકેલ સન-લૉકસને જ દીકરા તરીકે સ્વીકારી લીધે!”
“માઇકેલ સન-લૉસ?” જેસન જાણે બીજી દુનિયામાંથી બોલતો હોય એવા ઘેરા અવાજે બોલી ઊઠયો.
હા, હા, એ પાછો મોટો નવો ગવર્નર બની ગયો છે, એટલે બધાંનું દારૂ પીવાનું બંધ કરવા માગે છે! જો તો ખરો; તું જ જૉર્ગન જૉર્મન્સનને વેળાસર ભેગો થયો હોત, તો ટાપુના સૌ ભલા માણસોને માથે આ આફત ન આવી હોત !”
નવો ગવર્નર?” સને જાણે બેભાનમાં બેલો હોય તેમ ફરી પૂછ્યું.
હા, હા, તું તો એને ઓળખતો જ હશે;- બુઢ્ઢા જૉર્ગનને તેની સાથે તકરાર થઈ, અને તેને ટાપુ છોડી ચાલ્યા જવું પડયું. બધા જ કહે છે કે, એ તો તારે એરમાન ભાઈ થાય છે.”
માઈકેલ સન-લૉકસ નવા ગવર્નર થયો!– માઇકેલ સન-લૉસ ગ્રીબા સાથે પરણવાને છે! – ત્રણ ત્રણ વખત એ માણસ મારા માર્ગમાં આડે આવ્યો : એક વખત મારા બાપની બાબતમાં; બીજી વખત ગ્રીવાની બાબતમાં; અને ત્રીજી વખત મારા દાદા જૉર્ગન જૉર્ગન્સનની બાબતમાં.
તે માણસે પિતાને કરેલા નુકસાનને બધો હિસાબ જેસને માંડી જોવા પ્રયત્ન કર્યો, પણ આ બધા સમાચાર ઉપરાછાપરી તેને એટલા