________________
૧૯૨
આત્મબલિદાન તે પિતાની માતાને આપેલું વચન ભૂલી ગયો હતો. એ સ્ત્રી પોતે મુશ્કેલીઓમાં સપડાઈ હતી ત્યારે તેને ચાહવાનો ઢોંગ કરતી હતી, પણ બીજાએ તેને બોલાવી કે તરત તેને પોતાને પડતો મૂકી અહીં દોડી આવી છે.
જેસનનું હૃદય અમળાઈ જવા લાગ્યું; તે દાંત કચકચાવીને બોલી ઊઠયો, “ભગવાન કરે ને એ માણસ જલદી મારા હાથમાં આવે!”
ધરપકડ
,
- ° સન દેવળ પાસેના પોતાના ઉતારાએ પાછો ફર્યો. બુદ્દો દેવળ-કામદાર તેની રાહ જોઈને બેસી રહ્યો હતો. જેસને મોડા આવવા બદલ કંઈક બહાનું બતાવીને તેની માફી માગી. - રાતે સૂતા પછી તેણે બારના ટકોરા પછીના બધા જ ટકોરા ગણવા માંડયા – ૧, ૨, ૩, ૪. તેને ઊંઘ આવતી ન હતી અને તેને આખે શરીરે વેદના ઊપડી હતી. છેવટે તેને વિચાર આવ્યો કે, આમ તો માંદા પડી જવાશે અને પછી વેર લેવાનું ક્યાંય રહી જશે. તેય એકદમ તો તેને ઊંઘ ન જ આવી. પણ ધીમે ધીમે તે ગાઢ નિદ્રામાં પડી ગયો. - જ્યારે તે જાગ્યો ત્યારે દેવળના ઘડિયાળમાં બીજા દિવસના બારના ટકોરા પડતા હતા! તેને વિચાર આવ્યો કે, આટલું આટલું કામ પતાવવાનું બાકી છે, અને આમ ઊંઘમાં ઘોરતા પડી રહેવાય ખરું?