________________
ધરપકડ
બુઠ્ઠી દેવળ-કામદારણ બિચારી જેસનને માંદો પડી ગયેલો માની બહુ ચિંતા કરવા લાગી. પછી જ્યારે તે નાસ્તો કરવા બેઠો, ત્યારે હવે તેને શું કરવાનો વિચાર છે એમ તેણે પૂછ્યું. જેસને બાધે ભારે જણાવ્યું કે, હજુ કશું નક્કી નથી; પરંતુ દરમ્યાન મારા ખાધા-ખર્ચ જો રોકડ મારી પાસે છે.
પણ પછી જેસને ડેસીને જ નવા ગવર્નર કે પ્રેસિડન્ટ વિશે સવાલો પૂછવા માંડ્યા : તે કોના જેવો દેખાવમાં છે, તે સામાન્ય રીને ક્યાં અવરજવર કરે છે, શહેરમાં અવારનવાર ફરવા નીકળે છે કે કેમ ઇ. બિચારી ડોસી બહેરી હતી અને દેવળની સાફસૂફીને દિવસે ત્યાં સુધી માંડ જઈ શકતી; એટલે તે એને વધુ માહિતી આપી શકી નહિ; પણ તેનો બુઠ્ઠો પતિ બહાર શેરીમાં ગયેલો, તે એ જ ઘડીએ ઘરમાં પાછો આવ્યો, તેણે જેસનના છેલ્લા પ્રશ્નનો જવાબ આપ્યો કે,
આથગ’ – પાર્લમેન્ટની બેઠક હમણાં ચાલુ છે, એટલે નવા જાહેર કરાયેલા લોકતંત્ર ( રિપબ્લિક')ના પ્રેસિડન્ટ તરીકે માઇકેલ સનલૉસ રોજ બપોરે બેઠકના પ્રમુખસ્થાને બિરાજે છે.
જેસન તરત જ નાસ્તાનું જેમ તેમ પતાવી, કંઈક બહાનું કાઢી, પાર્લમેન્ટની બેઠક જ્યાં મળતી હતી તે મકાન તરફ દોડયો. એ મકાન પાકું બાંધેલું ન હતું, તેને લાકડાનું બનાવેલું મોટું ડહેલું જ કહી શકાય.
પણ તે પહોંચ્યો ત્યારે બેઠક પૂરી થયેલી એટલે સભ્યો વીખરાઈ ગયા હતા. બીજે દિવસે જેસન બેઠક શરૂ થાય તે પહેલાં જ ત્યાં હાજર થઈ ગયો, જેથી બધા સભ્યો અંદર દાખલ થાય તે પહેલાં તેની નજર તેમના ઉપર પડી શકે. પણ કોઈ સભ્ય તેને માઈકેલ સન-લૉસના વર્ણવવામાં આવેલા જુવાન દેખાવને જોવા ન મળ્યો. તે વખતે કોઈનું ધ્યાન પિતા પ્રત્યે ન ખેંચાય તે માટે તેણે કશી પૂછપરછ. પણ ન કરી. આ૦ – ૧૩