________________
૧૯૪
આત્મ-બલિદાન પછીને દિવસે પણ એમ જ બન્યું. છેવટે થાકીને જેસને દરવાનને પૂછ્યું કે, માઇકેલ સન-લૉકસ બેઠકમાં હાજર રહેતા નથી? ત્યારે તેણે જવાબ આપ્યો કે, નવા જાહેર થયેલા બંધારણ મુજબ તેઓશ્રી માત્ર ઉપલી કાઉંસિલની બેઠકમાં જ હાજર રહે છે, અત્યારે તો નીચલી સેનેટ ચાલતી હોવાથી તેઓશ્રી આવતા નથી.
તે દિવસે ગુરુવાર હતો. જેસનને વિચાર આવ્યો કે, ચાર ચાર દિવસ વીતી ગયા પણ પોતે કશું કરી શક્યો નથી. એટલે તેણે હવે હિંમત લાવીને માઇકેલ સન-લૉકસની હિલચાલ વિશે સીધી પૂછપરછ કરવા માંડી. તેને જાણવા મળ્યું કે, ગવર્નર સાહેબ નો કિલ્લો બંધાયા છે ત્યાં બાર વાગ્યે રોજ જાય છે.
જેસન તરત જ ત્યાં દોડી ગયો, તો તેને ખબર મળી કે, ગવર્નર ક્યારના આવોને પાછા ચાલ્યા ગયા હતા. તે પછીને દિવસે શુક્રવારે તે એથીય વહેલો ત્યાં હાજર થઈ ગયો. પણ ગવર્નર હજુ આવ્યા ન હતા. પણ જસનની વારંવાર પૂછપરછ ઉપરથી આસપાસના લોકો શંકામાં પડી જઈ, ટોળે વળી ગુસપુસ કરવા લાગ્યા. જેસનને તરત વિચાર આવ્યો કે, હમણાં જ રાજકાંતિ થઈ હોવાથી, લોકો કદાચ તેને ડેન્માર્કને જાસુસ માની લેશે અને તેને પકડીને જેલમાં ખોસી ઘાલશે. એટલે વિચાર કરી, તે ત્યાંથી ખસી ગયો.
પાસેની શેરીમાંના પીઠામાં તેને એક સુકલકડી જુવાનિયો મળ્યો તે પહેલાં વિદ્યાર્થી હતો પણ તેની દારૂ પીવાની વતને કારણે તેને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે જેસનને ખબર કહી કે, રોજ સાંજે ગવર્નર લૅટિન સ્કૂલમાં નવી ભરતી કરાયેલી પલટનની કવાયત જોવા જાય છે.
જેસન સાંજને વખતે ત્યાં ગયો, તો બધું ચુપચુપ હતું. અંદરથી નીકળતા એક છોકરાને તેણે પૂછયું, તો માલુમ પડ્યું કે ડ્રીલ-સારજંટ માંદો પડી ગયો હોવાથી આજે ડ્રીલ થવાની ન હતી.