________________
ધરપકડ
૧૯૫ ધક્કા ઉપર એક ખલાસી બુઢો જોન લાફસન, જેણે જેસન કિનારે ઊતર્યો ત્યારે પહેલવહેલો ઓળખી કાઢયો હતો, તેણે જસનને ખબર કહ્યા કે, પિતે માછલાં આપવા રોજ બિશપ જૉનના મકાને જાય છે, ત્યારે નવા ગવર્નર એ મકાનમાં હંમેશાં તેને ભેગા થાય છે.
જે સને અત્યાર સુધી બિશપના ઘર પાસે જવાનું ટાળ્યું હતું, કારણકે, ઝીબા જો તેને જોઈ જાય, તો તે તરત સમજી જાય કે, જેસન શા કામે ત્યાં આવ્યો છે. છતાં આજે અંધારાનો લાભ લઈ, તે બિશપના મકાન પાસે જઈ પહોંચ્યો; પણ લાંબો વખત આસપાસ થોભવા છતાં માઇકેલ સન-લાંસને મળતી આવતી આકૃતિનું કોઈ માણસ જતું-આવતું તેની નજરે પડયું નહિ.
પણ આટલા વખત દરમ્યાન તેને લાગવા માંડયું હતું કે, તેનો પોતાનો જ કોઈ પીછો કરી રહ્યું છે. આજે જ્યારે શિંગ્વલિર-રસ્તા ઉપર રાજભવન પાસે થઈને તે જતો હતો તેવામાં ત્રણ જણા પાછળથી આવી તેની સાથે સાથે ચાલવા લાગ્યા. તેઓ ભાગીતૂટી ભાષામાં અને નિશાનીઓથી વાતો કરતા હતા. જેસન સમજી ગયો કે તે લોકો (ડેન્માર્કના) ડેન છે.
તે ત્રણમાંનો એક જણ બોલ્યો, “ તમારા ડેન્માર્કમાં શું ચાલે છે? કંઈ કરવાના છે કે નહિ? તમે લોકો ક્યારે ચડાઈ લાવો છો?”
તે ત્રણમાંના જ બીજાએ તેને જવાબ આપ્યો, “ તું ગભરાતો નહિ ભાઈ, અમે જાણીએ છીએ કે તું એની તપાસમાં છે,” એમ બોલતાં તેણે રાજભવન તરફ ઇશારો કર્યો, અને પછી ઉમેર્યું, “પણ અમારા દીકરાઓને અને ભાઈને એ માણસ ગંધકની ખાણોમાં કાળી મજુરી કરવા મોકલે છે, તે હવે થોડા વખતમાં જ બંધ થવાનું છે. એના દિવસે ભરાઈ ચૂક્યા છે.”
પહેલો બેલનારો એ સાંભળી કટાક્ષમાં હસી પડ્યો અને બોલ્યો, “લોકો કહે છે કે, તે પરણવાનો છે. તો ભલે એ થોડો વખત મજા કરી લે. પછી તો એ રાંડનાને હું જ ખતમ કરી નાખીશ.”