________________
૧૨૬
આત્મ-બલિદાન
સ્ટિફન ઓરી સાથે સંબંધ ગ્રીબા સિવાય બીજું કઈ જાણતું ન હતું, પણ સ્ટિફનના પૈસા તેની પાસે આવ્યા છે એ વાત તો સૌને જાણીતી થઈ ચૂકી હતી.
જેસન ખાસ કાંઈ કામકાજ કરતો નહિ. તે સ્વભાવે તેના બાપ જેવો સુસ્ત હતો. તેને સ્વતંત્રપણે મોકળાશથી રહેવા-ફરવાનું ગમતું. ઉનાળામાં તે દરિયામાં માછલાં પકડવા જતો, અને શિયાળામાં નિશાન તાકી શિકાર કરવા ફર્યા કરતો. એ બધુંય તે કામકાજ કરવા ખાતર નહિ પણ રમૂજ ખાતર જ કરતો. તેને ખાસ શોખ હોય તો તે પંખીઓ પકડવાનો. ટાપુ ઉપરનાં અને દરિયા ઉપરનાં બધાં પંખીઓનો તેની પાસે નમૂને મળે. પંખીઓને ચીરી-ફાડીને તે કંઈક કુશળતાથી મસાલો ભરી આબેહુબ જીવતાં હોય એમ પૉર્ટી-વૂલવાળા નાના મકોનમાં ગોઠવી રાખતો.
એ ચાર વર્ષમાં તેનું શરીર સારી પેઠે ખીલ્યુ-ફાલ્યું હતું. સ્ટિફન ઓરી કરતાંય તેણે કદાવર બાંધો જમાવ્યો હતો. કમરેથી તથા ડોક આગળથી તે ટટાર રહેતો; તેના વાળ લાંબા જુલફેદાર હતા; તેના મજબૂત દાંત સફેદ ચમકતા હતા; તેનો ચહેરો વિચારવંતો હતો અને અવાજ પહાડો ગજવે એવો ઘેરો.
તે અવારનવાર ગવર્નમેન્ટ-હાઉસ તરફ પણ જતો. ગ્રીબા પોતાના પિતા આદમ ફૅરબ્રધર સાથે ત્યાં જ રહેતી. જેસન અને ગ્રીબા મળતાં
ત્યારે અરસપરસ સામાન્ય આવકારની જ લેવડ-દેવડ થતી. પરંતુ ગવર્નર તો પોતાનું કામ પૂરું થયું હોય ત્યારે જેસન સાથે તેના દેશ અંગે, ભાષા અંગે, લેકો અંગે વિવિધ માહિતી પૂછતો અને રસપૂર્વક સાંભળતો. કાંઈ નહિ તો તેનો વહાલો છોકરો માઈકેલ સન-લૉકસ કેવા મુલકમાં ગયો છે તે જાણવા ખાતર પણ!
આદમ ફેરબ્રધર જેસન વિષેને પોતાને અભિપ્રાય ગ્રીબાને પણ કહી સંભળાવતો : બહાદુર, હિંમતવાન જુવાન છે મોતની તો