________________
સબસે ઊંચી પ્રેમ સગાઈ...
૩૮૩ તો પછી એ તમારો કેદી નથી – તેની જગાએ બીજે માણસ છે એમ તેઓને શી રીતે ખબર પડવાની હતી?”
“તેમને તેવી ખબર પડી ન જ શકે, એ વાત તો બરાબર છે.”
તો પછી હું સૂચવું છું તે રસ્તો સ્વીકારવામાં તમારે માથે શું જોખમ રહે છે?”
મારા જોખમની વાત હું ક્યાં કરું છું, બેટા?” એટલું બોલતાંમાં તો એ ભલા પાદરીની આંખમાંથી આંસુ નીકળી પડયાં. “હું તો તારા માથા ઉપર શું જોખમ આવી પડે તેની વાત તને કરું છું. તે તો મને શરમિંદો કરી દીધે, દીકરા! પણ તું જો આમ તારી જાનને જોખમમાં મૂકવા તૈયાર હોય, તો પછી મારે મારું પદ જોખમમાં મૂકવું જ જોઈએ. હું તેમ કરવા તૈયાર છું, દીકરા. હવે તો તું જ બરાબર વિચારી લે.”
ભગવાન તમારું ભલું કરે.”
“તો ચાલ હવે આપણે તરત એને મળી લઈએ. તે ગમે તે સિંહ જેવો છે, છતાં અંદરથી ફલ જેવો કોમળ છે. તેની પત્નીનો છેલો સંદેશ તેને સંભળાવી લઈએ. તેની પત્નીએ તેના પ્રત્યે ગમે તેટલો ગેરવર્તાવ કર્યો હશે, પણ તે મરવાની તૈયારીમાં છે એ સાંભળી તેને જરૂર દુ:ખ થશે.”
એમ કહી, પાદરી પિતાના ખીસામાંથી ચાવી બહાર કાઢવા જતો હતો, તેવામાં જેસન બોલી ઊઠ્યો, “બાપજી, તમને હું જરૂર કરતાં વધુ આ બાબતમાં સંડોવવા માગતો નથી. આપણે જે કરવા માગીએ છીએ તે થઈ જાય ત્યાં સુધી તમે તો તે વાતથી અણજાણ જ રહેવા જોઈએ.”
ઠીક છે, બેટા.” પાદરીએ વિચાર કરીને કહ્યું, અને જેસનના હાથમાં ચાવી મૂકી દીધી. . “તમને મારા ઉપર વિશ્વાસ છે ને?” જૈસને પૂછયું. “હા, હા, મને તારા ઉપર પૂરે વિશ્વાસ છે.”