________________
સરક
આત્મ-બલિદાન માઈકેલ સન-લૉસ તે સાંભળી, ઉત્સાહમાં આવીને બોલી ઊડ્યો, ખરી વાત! ચાલો આપણે કાનૂન-પર્વત તરફ ઊપડીએ! હવે તો હું પિતે જ ચાલી શકીશ – તમે મને માત્ર તમારા હાથનો ટેકો જ આપજે.”
ચાલે ત્યારે,” જેસન પણ બોલી ઊઠયો; “ગાડે તો રકાવિકને રસ્તે વળ્યા છે. થિન્વેલિર જવાનો રસ્તો આ તરફ છે. પેલી ટેકરીની પાર “સૌ માટેની ઘાટી'માં થઈને, આગળ જતાં એક સરોવર આવશે, ત્યાંથી થોડા આગળ ચાલીશું, એટલે તરત કાનૂન-પર્વત આવીને ઊભો રહેશે.”
જૈસને પછી ધીમે રહીને સન-લૉકસને પેલી બખોલમાંથી બહાર કાઢયો અને જાળવીને પગ ઉપર ઊભો કર્યો. ત્યાર પછી બંને જણા એકબીજાને આશ્વાસન આપતા, અને હિંમત દાખવવાનો પ્રયત્ન કરતા આગળ ચાલ્યા. સન-લૉકસ કહેતો કે, તેને હવે જરાય તરસ રહી નથી, ત્યારે જેસન કહેતો કે થોડી વારમાં મીઠા શીતળ પાણીનું ભરેલું મહાસાગર જેવું સરવર જ આવવાનું છે.
પણ સન-લૉકસનું શરીર કાંડા ઉપરના સડતા ઘાના ઝેરથી સારી પેઠે નિર્બળ થઈ ગયું હતું. એટલે થોડી વારમાં તે થાકી ગયો.
તેણે ધીમે રહીને જેસનને પૂછ્યું, “હજુ સૂર્યનો પ્રકાશ દેખાય છે?”
હા.” હું ખરે જ આંધળે બની ગર્યો છું – મને તો કશું દેખાતું
નથી.”
હવે થોડી જ વાર છે; સરોવરના પાણીથી મોં બરાબર ધશે અને થોડોક થાક ખાશે એટલે બધું બરાબર દેખાશે.” જેસને આશ્વાસન આપ્યું.