________________
છોકરા-છોકરીની નાનકડી દુનિયા ઉપર માઇકેલ સન-લૉકસ બાપને મળવા જાય એમ ગોઠવ્યું હતું, તે ખરી રીતે દાણચોરોનું જહાજ હતું – સ્ટિફન એરીનું નહિ. અને તે જહાજને પકડવા આસપાસ સરકારી જકાતી જહાજો તૈયાર ઊભાં હતાં.
ભલો માઇકલ. સ્ટિફન ઓરી પિતાને મળવા બંદરે ઊતરી આવે અને પકડાઈ જાય એવું બનવા ન પામે તે માટે હોડીમાં બેસી મધરાતે એ જહાજ તરફ જવા નીકળ્યો. તરત સરકારી અફસરોએ તેને ઘેરીને પકડી લીધો. માઇકેલે ગવર્નર સમક્ષ બધી વાત કબૂલ કરી દીધી, એટલે તરત ૉરી કોને પકડવામાં આવ્યો. તેણે પોતાને જાન બચાવવા આદમ ફેરબ્રધર આગળ રસ અને સ્ટીનનાં નામ કબૂલી દીધાં. તેમને પૂછપરછ કરવામાં આવતાં તેમણે પોતાને ચડવનાર તરીકે (પાંચમા અને છઠ્ઠા છોકરા) જેકબ અને “જેન્ટલમેન' જૉનનાં નામ દીધાં.
આદમ જોઈ ગયો કે, આ કાવતરામાં તે લગભગ તેનું આખું કુટુંબ જ સપડાયેલું છે, એટલે તેના ગુસ્સાએ માઝા મૂકી. પણ તે વખતે તેની પત્ની રૂથ છોકરાઓના પક્ષમાં દોડી આવી અને પોતાના સગા છોકરાઓ કરતાં બહારના અનાથ છોકરાને વધુ વહાલો ગણનારે પતિ સાથે પોતે રહેવા નથી માગતી, એમ જાહેર કરી દીધું.
આદમે તેને સમજાવી પણ પેલી ન માની. છેવટે આદમે તેને કહ્યું, “તું આમ તારા છોકરાઓનો બેટો પક્ષ લેશે તેથી કરીને હું માઇકલને કાઢી પણ નહિ મૂકું કે આપણા કુટુંબની શાંતિ જળવાઈ રહે એ માટે તે પોતે ચાલ્યો જવાનું કહે છે તેમ પણ તેને નહિ કરવા દઉં. મને સરકારી નોકરી બદલ થોડા ઘણા પાઉંડ મળે છે, પણ મારી પોતાની કહેવાય તેવી ખરી મિલકત તો લેંગ્વની છે. હું તને તારા જીવનકાળ દરમ્યાન તારા ભગવટા માટે એ જમીન આપી દઉં છું; તારી પછી એ જમીન છે છોકરાની અને તેમની બહેનની ગણાશે. તું એ મિલકત લઈને મારાથી જુદી રહી શકે છે.”
શરતે રૂથ પોતાના છે છોકરાઓને લઈને લેંગ્યુ ચાલી ગઈ. માઈકેલ સન લૉકર એકલો રાજભવનમાં આદમ સાથે રહેવા લાગ્યો.