SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબલિદાન પણ આદમને હવે ઘણું એકલવાયાપણું લાગવા માંડ્યું, અને તેને પોતાની લાડકી ગ્રીબા વધુ ને વધુ યાદ આવવા લાગી. છેવટે તેણે લંડન ડચેસને લખી જણાવ્યું કે, હું ગ્રીબાને લેવા આવું છું, માટે તેને તૈયાર રાખજો. - આદમને લંડન ગયે એક અઠવાડિયું થયું હશે તેવામાં તેનું કામકાજ સંભાળતા માઇકેલ સન લૉકસને ફરિયાદ મળી કે, ઉત્તર તરફ પૉઇન્ટ ઑફ આયર' ઉપર દીવાદાંડી ન હોવાથી, અને ખડકની કાંગરી ઉપર તાપણા જેવું સળગાવવાની જ વ્યવસ્થા હોવાથી જહાજોને બહુ જોખમ રહે છે. એટલે સન-લૉસને ત્યાં શું કરવું જોઈએ તેનું જાત-નિરીક્ષણ કરવા અચાનક જવું પડયું. તેને ગમે બે દિવસ થયા હતા. પાછો ફરતાં તે ડગલાસ મુકામે રાતે સૂઈ ગયો, અને બીજી સવારે કેસલ-ટાઉન તરફની પોતાની બાકીની મજલે ઊપડયો. પણ તેના પગ પાછા પડતા હતા – આદમ ફૅરબ્રધરને પિતાને કારણે કુટુંબથી છૂટા પડવાનું થયું એ ઠીક નથી થયું એમ તેને લાગતું હતું. છેવટે તેણે નક્કી કર્યું કે, આદમ ઇછે કે ન ઇછે, પણ પોતે વચ્ચેથી ખસી જ જવું જોઈએ. | રાજભવન પહોંચી, તે ઘોડાને તળેલા તરફ લઈ જતો હતો, તેવામાં રસ્તામાં ઘેટાંના વાડા આગળ થઈને પસાર થતાં તેને બે જણ વચ્ચે ચાલતી વાતચીતનો અવાજ સંભળાયો. તે તરત ખચકાય અને ઊભો રહ્યો. કારણકે, બેમાંનો એક અવાજ તેને ઘણો મીઠો લાગ્યો તથા તેના આખા શરીરે રૂવાંટાં ખડાં થઈ ગયાં. તેણે પૈગડા ઉપર ઊભા થઈને જોયું તો વાડ પાછળ એ બેમાંનું એક જણ તેને દેખાયું; – એ તેનો જૂનો મિત્ર ભારતૈયો હતો. તે કહેતો હતો, “હવે તો એ મોટો છોકરો થઈ ગયો છે, પણ જરાય મિજાજ ન મળે; અને હોશિયાર તો એવો કે ન પૂછો વાત. હું અને
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy