________________
છોકરા-છોકરીની નાનડકી દુનિયા ક એ તો જાણે સગા ભાઈઓ જેવા જ છીએ – અને મારા ગધેડા ઉપર સવારી કરવાનું હજુ તેને પહેલાં જેટલું જ ગમે છે.”
તરત સામે પ્રશ્ન આવ્યો, પણ એવા મીઠા મધુર અવાજે કે, માઈકલ ફરી પુલક્તિ થઈ ઊઠથી. જવાબમાં ભારતૈો બોલ્યો, “તે કોના જેવો છે, એમ? અરે સીધે સોટા જેવો ટટ્ટાર ! અને મોઢાની વાત કરો તો એની સામે દીવો ધરીને ઊભા રહેવાને લાયક માણસ આ આખા ટાપુમાં કોઈ ન મળે.”
પણ એટલામાં માઇકેલનો ઘોડો અકળાઈને પગ પછાડવા લાગે; પણ માઈકેલ એ અંગે કશું કરે, એવામાં તો બાજુએથી નાજુક પગલાં આવતાં સંભળાયાં અને થોડીક હાલચાલ થયા બાદ સામે જ ગ્રીબા આવીને ઊભી રહી.
કલ્પના બહારની તેની સુંદર આકૃતિ જોઈને માઇકેલ સન-લોકસ એકદમ તો આભો જ બની ગયો; અને “ગ્રીબા” એટલું બોલી ઘોડા ઉપરથી કુદી પડ્યો. ઝીબાના મો સામું ફરી ઊંચું જોવાની હિંમત કર્યા વિના તેણે પોતાનો હાથ વિનય ખાતર સામો ધર્યો.
ગ્રીબાએ પણ શરમાઈ જઈ પોતાનો હાથ તેના હાથમાં મૂકી દીધે. બંને જણ રાજી થયાં એમ કહેવાને બદલે ગભરાઈ ગયાં, એમ જ કહેવું જોઈએ. ' પેલો ભારતૈયો આગળ ચાલ્યો ગયો; એટલે ગ્રીબાએ જ જરા હિંમત ધરીને પૂછયું, “હું ચાલી ગઈ હતી તેથી તમે રાજી થયા હતા; તો હવે હું પાછી આવી તેથી પૂરા નાખુશ થશો, ખરું ને?”
પણ માઇકેલનો તો શ્વાસ જ ઊડી ગયો હતો; એટલે તે બેલી જ શકશો નહિ. તેણે માત્ર હસીને લગામ ઘોડાના માથા ઉપર થઈને ડોક ઉપર નાખી ઘોડાને તબેલા તરફ લીધો. ગ્રીબાનાં અને માઇકેલનાં પગલાં જોડાજોડ તબેલાની ફરસ ઉપર પડતાં હતાં. તે સાંભળીને બંને જણનાં અંતર તેથી પણ વધુ અવાજ કરતાં ધબકવા લાગ્યાં.