________________
આત્મ-બલિદાન ટાપટીપ-પસંદ જુવાનિયો હતો. તે બધા ભેગા મળી સન-લૉકસને દૂર કરવાના અનેક પેંતરા રચવા લાગ્યા.
પહેલાં તો આદમ તેને કાઢી મૂકે તે માટે સન-લૉકસના બાપ વિશે તેઓએ ફાવે તેવી વાતો કરવા માંડી : ઉત્તરથી દક્ષિણ સુધી બધા સારા માણસોને તે ત્રાસરૂપ બની ગયા છે, છૂપા દાણચોરીને અને વધુ તો ચાંચિયાગીરીના ધંધા કર્યા કરે છે, કાફની જોખમભરેલી ખાડીમાં કેટલાંય જહાજોને જાણી જોઈને અવળે માર્ગે દોરી ખડકે ઉપર અથડાવે છે અને પછી તેમનો માલ ઉપાડી લે છે, – ખૂની પણ હશે જ, ઇ૮, ૪૦.
આ બધી બેટી બંદગઈની બુટ્ટા આદમ ઉપર કશી અસર ને કંઈ પણ માઇકેલ સન-લૉકસના હૃદયમાં તે બધું સાંભળી પોતાના બાપ માટે અને તેના નામ માટે પણ ઊંડે તિરસ્કાર ઊભો થતો ચાલ્યો. અને જેમ પોતાના સગા બાપ સામે તિરસ્કાર ઊભો થતો ગયો, તેમ પોતાના પાલક પિતા પ્રત્યે તેના મનમાં વધુ ને વધુ ગાઢ પ્રેમ-મમતા ઊભરાતાં ગયાં.
એક દિવસ એટલે કે, માઇકેલ સન-લૉક્સ જ્યારે અઢાર વર્ષની ઉંમરનો થયો હતો ત્યારે, કર્ક મૉઘોલ્ડથી વીશીવાળો નેરી કો આવ્યો અને માઇકેલને બાજુએ લઈ જઈ, ભારે ગુપ્ત વાત કહેતો હોય તેમ કહેવા લાગ્યો કે, સ્ટિફન એરી દાણચોરીના મામલામાં સપડાયો હોવાથી, હંમેશ માટે ટાપુ છોડી ભાગી જવા માગે છે; પણ તે પહેલાં તે તને મળવા માગે છે. જો હું તેને મળવા નહીં જાય, તો તને મળવા અહીં જોખમમાં દોડી આવશે. તેના કરતાં તું ત્યાં જાય તે જ સારું કહેવાય. કફની ખાડીમાં એક જહાજ તૈયાર ઊભું છે, તેમાં તારો બાપ તારી રાહ જોશે, તારે મધરાત પહેલાં તે જહાજ ઉપર જઈ પહોંચવું. ' અલબત્ત, આ આખું આદમ ફેરબ્રધરના બીજા અને ત્રીજા છોકરા રૉસ અને સ્ટીનનું રચેલું કાવતરું જ હતું. કારણકે, જે જહાજ