________________
છોકરા-છોકરીની નાનકડી દુનિયા પ પણ આદમના મનમાં માઇકેલ સન-લૉક્સ પ્રત્યે કોઈના દુ:ખી નિરાધાર છોકરા માટેની દયાભાવ જ લાંબે વખત ન રહ્યો એ; ઊંચા, કદાવર, ચપળ, સમજદાર કિશોર પ્રત્યે હવે તેનું અંતર પુત્ર માટેના વાત્સલ્યથી જ ઊભરાવા લાગ્યું.
વર્ષ ઉપર વર્ષ વીતતાં ચાલ્યાં. શાળાનું ભણતર પણ શરૂ થયું અને પૂરું થયું. હવે તો સન-લૉકસ ગવર્નરનો જમણો હાથ જ બની રહ્યો. માત્ર જમણો હાથ જ નહિ, તેની કલમ, તેની યાદદાસ્ત, તેની સૂઝ-સમજ, બધું જ. દરેક બાબતમાં જયાં ને ત્યાં “માઇકે સન-લૉસ કહેશે', “માઇકેલ સન-લૉસ કરશે' એમ જ હવે સાંભળવા મળતું.
માઇકેલ સન-લૉસ પણ ગવર્નર ફેબ્રધરને જ પોતાનો બાપ ગણતો, અને પુત્ર તરીકે તેની સેવામાં અને પડખે જ ઊભે રહેતો.
પણ મિસિસ ફેબ્રધર અને તેના છયે છોકરા એ બે વચ્ચેની આ સ્નેહગાંઠ જોઈ અકળાવા લાગ્યાં. રૂથ પતિને ભાંડવા લાગી અને છોકરાઓ સન-લૉસને તિરસ્કારવા લાગ્યા.
આદમ ફેરબ્રધરના છયે છોકરા ધિંગા, ભૂખ્યા-ડાંસ, અને વિચિત્ર સ્વભાવના હતા. સૌથી મોટો એશર તેત્રીસ વરસનો હતો : ભલો, પણ પાણી જેવી અસ્થિર પ્રકૃતિનો. તે કહ્યા કરતો, “અલ્યો, છોને બુઢો એ છોકરા જોડે રમ્યા કરે, એમાં આપણું શું જાય છે?” પણ બીજો રૉસ, અને ત્રીજો સ્ટીન એ બંને ઘાતકી સ્વભાવના ઝનૂની જુવાનિયા હતા; તેઓને ડર હતો કે આદમ કદાચ પોતાની બધી મિલકત સન-લૉસને જ લખી આપશે. ચોથ થર્સ્ટન હંમેશ પીધેલો અને લાલ આંખેવાળો જ રહેતો; તે મક્કમ સ્વભાવનો હોઈ, બધા ભાઈઓને એકસરખા હાંકતો હતો. પાંચમો જેકબ શિયાળ જેવો લુચ્ચો અને સાવધાન હતો; તથા છઠ્ઠો જૉન “જેન્ટલમેન' તરીકે ઓળખાતો
આ૦ – ૫