________________
૬૪.
આત્મ-બલિદાન છેવટે માઇકેલભાઈ પાણીમાં ગબડી પડ્યા. પણ તેણે કપડાં પલળ્યાની 'પરવા કર્યા વિના ગધેડાને ડફણાટીને સામે પાર લેવા માંડયું.
સામે પાર જઈ, ગધેડા ઉપર ફલંગ મારીને બેસી જઈ, માઇકેલે બૂમ પાડીને પુલ ઉપર થઈ પાછળ આવેલી ગ્રીબાને કહ્યું, “તો જવાની છે તે જાને; અહીં અમારી પાછળ પાછળ કેમ આવે છે?”
ગ્રીબાનું હૈયું ભરાઈ આવ્યું. તે નાક હલાવીને બોલી, “અમે જવાનાં તેથી તમે રાજી થાઓ છે, તે આમ કહી બતાવવાની જરૂર નથી, કંઈ!”
“અમે કયાં કહ્યું કે અમે રાજી થઈએ છીએ? પણ અમે રાજી નથી થતા એમ પણ કહેતા નથી.”
પણ તમે જો જવાના હોત તો અમે રડી પડ્યાં હોત, વળી!” અને ખરે જ તેને રડવું આવી જ ગયું. પણ એ છુપાવવા તે મૂઠીઓ વાળીને પાછી ભાગી ગઈ.
માઇકેલે હવે બૂમ પાડવા માંડી, “ગ્રીબા! ગ્રીબા!” પણ કાંઈ જવાબ ન મળ્યો. પેલી ઘેર પાછી ચાલી ગઈ હતી.
અર્ધા કલાક બાદ ડચેસની ઘોડાગાડી ગ્રીબાને લઈને ગવર્નમેન્ટહાઉસમાંથી નીકળી.
ગવર્નર આદમની પત્નીએ ગ્રીબાને ડચેસને ત્યાં મોકલી મિલકત મેળવવાનો હેતુ મનમાં રાખ્યો હતો; તે તો, ભવિષ્યની વાત અત્યારથી કહી દઈએ તો –ન જ સધ્યો; પણ તેનું નહિ ધારેલું એવું બીજુ ઊલટું પરિણામ અવશ્ય આવ્યું - ઝીબા ચાલી જતાં આદમ માઈકેલ સનલૉકસ તરફ વધુ ને વધુ ઢળવા લાગ્યો. ગ્રીબાને બીજાની છોકરીની સોબતણ તરીકે મોકલી આપી, એટલે નાનકા સન-લૉકસને પોતે જ સોબત આપવી જોઈએ, એમ તેને લાગ્યું.