________________
છોકરા-છોકરીની નાનકડી દુનિયા એટલે ગ્રીબા તો પોતાના આ ખુશી સમાચાર બીજાને સંભળાવવા ઉતાવળી થઈ ગઈ. બીજું એટલે કોણ? – સન-લૉકસ સ્તો ! સન-લૉકસ તે વખતે ચેલ્સ એ-ડલી નામના એક ભારતૈયા*ની પોઠના ગધેડા ઉપર સવારી કરવાનો આનંદ માણી રહ્યો હતો. તે અત્યારે વહેળાના પાણીમાંથી પસાર થઈ, ગધેડાને સામે પાર બીડ તરફ લઈ જતો હતે. ગ્રીબાએ દોડતાં દોડતાં પુલ ઉપર આવીને પિતાના ખુશી-સમાચાર શ્વાસભેર સન-લૉસને સંભળાવી દીધા – “અમે લંડન જવાનાં – ત્યાં બગ્ગીઓ, બાનુઓને બેસવાના ઘેડા, વહાણો, મીણ-પૂતળીના ખેલ, જંગલી જાનવરો એવું એવું જોવા મળશે, અને બીજું પણ ઘણું ઘણું!”
સન-લૉસ ગ્રીબાને ડચેસે આપેલી નવી ઇંટનાં ફૂમતાં તરફ મટ માંડીને જોઈ રહ્યો.
અને અમે મખમલનાં ફરાક પહેરીશું, અને નવી નવી હેટ ! ખાવાની પણ ઘણી ઘણી ચીજો અમને મળવાની !”
અરે પાગલ, શું બક્યા કરે છે?” સન-લૉકસ છેવટે તડૂક્યો.
“અમે પાગલ નથી કંઈ ! અમે સાચ્ચે જ જવાનાં છીએ – તમે અહીં જ રહેવાના. મારે હવે છોકરીઓ સાથે રમવાનું – છોકરાઓ સાથે નહીં, સમજ્યા?”
પણ માઇકેલની સ્થિતિ તો કર્ણાજનક થતી ચાલી હતી. તેણે હવે જુસ્સામાં આવી જઈ ગધેડાને જોરથી દંડ ફટકારી દીધો અને ગ્રીબાને કહ્યું, “તો જજે ને, જ્યાં જવું હોય ત્યાં! અમારે શું? અમને અહીં શા માટે કહેવા આવી છે?”
પણ ગધેડાને જે ડફણું પડયું, તે તેને જરાય ઉચિત લાગ્યું ન હતું. એટલે તેણે પાછલા બે પગ ઊંચા કરી એકદમ ઊછળવા માંડ્યું.
* ભાડે વજન વહી જનાર. – સંપા