________________
કર
આત્મ-બલિદાન
કે, પેાતાની આઠ વર્ષની ફૂટડી દીકરી ફીકી પડતી જાય છે, તેને ગ્રીબાની સોબત મળે, તો તેના મેાં ઉપર લેાહી ચડે ખરું.
આદમે તો ગ્રીબાને લંડન મેકલવા વિનયપૂર્વક ના પાડી દીધી — તેણે કહ્યું, ‘ગ્રીબા આખા કુટુંબમાં એટલી નાની અને લાડકી છે કે, જાણે તે એકનું એક સંતાન હોય તેમ આખા ઘરનો ટેકો બની ગઈ છે; એટલે તેનાથી છૂટા પડવાનું અમારે માટે શકય નથી.'
પણ રૂથે તરત જ સંભળાવી દીધું — આપણાં માલિકણ કહેવાય એવાં બાનુની મરજી પાછી ન ઠેલી શકાય. ઉપરાંત ડચેસ ખુશ થઈને ભવિષ્યમાં ગ્રીબા માટે કોઈ ને કોઈ આવકનું સાધન ઊભું કરી આપશે. બીજું કોઈ હાય ને આવી તક મળે તો એને ખાળા પાથરીને વધાવી લે – લંડનમાં ડયૂ ક ઑફ ઑથેાસના મહેલમાં છેાકરીને ઊછરવાનું મળે, એ જેવી તેવી વાત નથી, ઇ, ઇ.
અંતે આદમને રૂથની મરજી આગળ ઝૂકવું પડયું. જોકે, · પેાતાને ગ્રીબાની ખેટ ઘણી સાલશે; ઉપરાંત, ગ્રીબાને આમ શહેરમાં જવા દેવાથી કદીક પેાતાને પસ્તાવાવારો પણ આવશે,' એમ તેને ખાતરીબંધ લાગતું હતું.
પણ નાનકડી ગ્રીબા તો શહેરમાં જવાની વાતથી ઉમંગમાં આવી ગઈ : “ ત્યાં મેાટી માટી ઘેાડાગાડી હશે, બાનુએ ઘેાડેસવારી કરતી હશે, દુકાનો હશે, અને મખમલથી મઢેલી ઢીંગલીઓ હશે – વાહ, વાહ!”
“ પણ ગ્રીબા ત્યાં માઇકેલ સન-લૉક્સ નહીં હોય, મા નહિ હાય કે બાપુ પણ !” આદમ બાલ્યા.
પણ નાનકાં છેાકરાંને જે નવું મળવાનું હાય તેનો જ આનંદ હેાય છે; જે મળેલું છે તે તો કયાં નાસી જવાનું છે, એમ જ તેમને લાગતું હાય છે.