________________
છેકરા-છેકરીની નાનકડી દુનિયા
૬૧
વર્ષ સુધી ભલા આદમ આ ચંચળ પ્રકૃતિની અને સ્વાર્થીલી બાઈ સાથે શાંતિથી જીવન નિભાવતા આવ્યા હતા. અત્યાર સુધી તે ડહાપણ દાખવી, નજીવી બાબતા માટે રૂથ સાથે તકરાર માંડતા નહિ; અને ઠંડો મિજાજ રાખી બધું હસી કાઢતા. પણ આ પહેલી વાર તે મક્કમ રહ્યો, અને પરિણામે નાનકો સન-લૉકસ ગવર્નમેન્ટ-હાઉસમાં સ્થિર થઈને રહેવા લાગ્યા.
એક વર્ષ પસાર થઈ ગયું; દરમ્યાન સન-લૉક્સ એટલા બધા બદલાઈ ગયા કે, પહેલાંનું પરિચિત એવું કોઈ હવે ઝટ તો તેને ઓળખી શકે જ નહિ. બાળક પણ ફૂલની પેઠે પેાતાના વાતાવરણનો રંગ ઝટ પકડી લે છે. હવે તે ગુલાબની પેઠે ખીલી ઊઠયો હતો. તેના ગાલ ગુલાબી હતા અને તેની આંખો ચમકદાર તીણી, તેનો બાંધા તે તેના બાપ જેવા મજબૂત અને કદાવર હતા; અને તેના ગુચ્છાદાર વાળ હવે વધુ સોનેરી બની રહ્યા હતા. આખા દિવસ તે પંખીની પેઠે કિલબિલાટ કરી મૂકતો અને હસતો ગાતો ઠેકડા ભર્યા કરતો. રૂથને પણ હવે તેના પ્રત્યે પહેલાં જેવા અણગમા રહ્યો ન
હતો.
બીજું વર્ષ પસાર થયું; અને સન-લૉક્સ ઝટપટ અંગ્રેજી ભાષાના શબ્દો પકડવા લાગ્યા.
વળી વધુ એક વર્ષ પસાર થયું; અને ગ્રીબા તથા સન-લૉક્સ બંનેની ભાવી પ્રકૃતિ આકાર લેવા લાગી : ગ્રીબા ઉતાવળી, જુસ્સાદાર, લાગણીપ્રધાન અને તુમાખીભરી બનતી ચાલી; ત્યારે સનલૉક્સ શાંત, નિ:સ્વાર્થ, ધીરજવાળા, પણ અવારનવાર મિજાજથી તપી ઊઠે એવા બનવા લાગ્યા.
ચોથું વર્ષ વીત્યું તેવામાં બંને જણને છૂટાં પડવાનું થયું. યૂકની પત્ની – ડચેસ લંડનથી હવાફેર માટે આવી. એક દિવસ ગવર્નમેન્ટ-હાઉસ આવતાં તેણે ગ્રીબાને જોઈ. તરત તેને થઈ આવ્યું