________________
આત્મ-બલિદાન ગવર્નર તથા સ્ટિફન ઘરની બહાર ચાલ્યા આવ્યા. .
બે કલાક બાદ નાનકો સન-લૉસ પોતાના એકમાત્ર મિત્ર અને સાથી એવા પિતાના “ભાને ન જોઈ થોડું રડ્યો; પણ પાછો નવા સાથીદાર ગ્રીના આગળ ઠાવકો દેખાવા માટે થોડું હસ્યો; અને પછી વખત થતાં સૂઈ ગયો. ઝીબા પણ સાથે જ હતી.
સ્ટિફન ઓરી અત્યાર સુધી ઘરની આસપાસ ઘૂમ્યા કરતો હતો, તે મેડી રાતે બધું ઘર જંપી ગયેલું જોઈ ચાલતો થયો.
તે પછી વર્ષો વીતી ગયાં. સ્ટિફન તે દરમ્યાન ફરીથી કદી કેસલટાઉનમાં દેખાયો નહીં.
પણ નાનકા સન-લૉકસનો ગવર્નરના કુટુંબમાં સમાવેશ કરવામાં આવ્યો તેની ઘણી ઘણી અસરો નીપજી. પ્રથમ તે આદમ અને તેની પત્ની રૂથ વચ્ચે ગંભીર અણબનાવ થઈ ગયો. સ્વભાવના જરા પણ મેળ વિનાનાં એ બંને બહારથી સુલેહ-સંપનો દેખાવ જાળવી રાખીને અત્યાર સુધી ભેગાં રહેતાં આવ્યાં હતાં. રૂથ મૂળે મૅન્કસ-સ્ત્રી ન હતી; મેન ટાપુની ઉત્તરે આવીને વસેલા એક ફ્રેંચ નિર્વાસિતની એ પુત્રી હતી. આદમ ફૅરબ્રધર આજીરિયાથી પાછો આવ્યો, તે વખતે તેનાં પરાક્રમોની વાતેથી આ ટાપુ ગાજી ઊઠ્યો હતો ત્યારે રૂથ આદમને પરણી હતી. પરંતુ ત્યાર બાદ તો આદમ ઘરવાસ કરીને જ સ્થિર થઈ ગયો, એટલે રૂથ બહુ નિરાશ થઈ ગઈ. પણ પછી ડયૂક જ્યારે આદમને ડેપ્યુટી ગવર્નર જનરલ બનવાનું સમજાવવા આવ્યા, ત્યાર રૂથે તે પદ સ્વીકારવા તેની ઉપર કંકાસિયણ સ્ત્રી લાવી શકે તેવું અને તેટલું દબાણ આપ્યું, અને છેવટે આદમને તે પદ સ્વીકારવું પડ્યું.
શરૂઆતનાં લગ્ન-જીવનનાં દશ વર્ષ દરમ્યાન રૂથે આદમને છ પુત્રોથી નવાજ્યા હતા, પણ ત્યાર પછી બીજાં દશ વર્ષ વીતી ગયે તેણે છેવટના એક જ પુત્રી ઝીબાને જન્મ આપ્યો. આમ કુલ વીસ