________________
છેકરા-છેકરીની નાનકડી દુનિયા
એમ આડું જોઈ ઊભાં રહ્યાં; અલબત્ત, ત્રાંસી નજરે અવારનવાર એકબીજા તરફ જોયા જ કરતાં હતાં. એ પ્રાથમિક પ્રક્રિયા પૂરી થઈ એટલે સન-લૉક્સની નજર ગ્રીબાના ખુલ્લા પગ ઉપર પડી. અને ખુલ્લા પગવાળાં બાળકને તો બીજું કોઈ તેડી જ લેતું હાય છે, એમ માની, તેણે તરત ગ્રીબાને તેડી લેવા પ્રયત્ન કર્યો. પણ તે કાંઈ ગ્રીબા કરતાં બહુ મોટો ન હતો, એટલે બંને જણ જમીન ઉપર ગબડી પડયાં. નાનકડી ગ્રીબા ચિડાઈ ગઈ, અને સન-લૉક્સ છેાભી પડી ગયા.
૫૯
પણ ગ્રીબાના માં ઉપરથી ચીડનું આંસુ સુકાય, અને સનલૉક્સના મોં ઉપરથી છાભીલાપણાનો ભાવ દૂર થાય, તે પહેલાં ગ્રીબાએ આડું જોઈ તેની સામે પેાતાની ઢીંગલી ધરી – ‘એ અજાણ્યા નવાઈના છેાકરાને જોવી હાય તો ભલે જુએ, અમે કંઈ તેને જોવાનું કહેતાં નથી ! ’
સન-લૉક્સ એ ઢીંગલી સામે નવાઈ પામી, પ્રશંસાની નજરે જોઈ રહ્યો.
પછી તો એ બંને વચ્ચે કશી ન સમજાય તેવી ચીંચીં ચાલવા લાગી; અને તરત જ એ ઢીંગલી ઉદારભાવે અને ક્ષમાભાવે સનલૉક્સના હાથમાં મૂકવામાં આવી. સન-લૉક્સે કદી એવી ચીજ જોયેલી – પકડેલી નહિ, એટલે તે તે ખુશ ખુશ થઈ ગયો. પણ એને હવે આભારના ભાર નીચે દબાવી જ દેવા હાય, એમ થોડી વારમાં તે ગ્રીબાએ કયાંકથી સ્લેટ-પેન, ચિત્રોની ચાપડી, રિબનના ટુકડા, અને નાના રકાબી-પ્યાલા કાઢી આણ્યા અને તેની સામે મૂકયા. થોડી વારમાં તા બંને જણ રમતમાં કયારે મશગૂલ થઈ ગયાં તે કોઈએ જાણ્યું પણ નહિ.
સ્ટિફન રી આનંદ અને સંતેષ સાથે સન-લૉક્સને ગ્રીબા સાથે ખેલતા જોઈ રહ્યો હતા; તેણે હવે ગવર્નર તરફ જોઈને કહ્યું, “હવે મારે ગુપચુપ ચાલ્યા જવું જોઈએ. ”