________________
૧૫૪ :
આત્મ-બહિદાન તેણે પોતાની બધી આળસુ ટેવ છોડી દીધી : તેણે માછલાં પકડવા
જવાનું કે પંખીઓ ફાંદવા રખડવાનું છોડી દીધું. પીઠામાં જઈને કે તમાકુ ફૂંકતા કલાકોના કલાકો પડ્યા રહેવાનું પણ બંધ કરી દીધું.
અલબત્ત, તે ડેવીને ત્યાં રહેવા આવ્યો ત્યાર બાદ બે દિવસ અને બે રાત ગુપચુપ પડી જ રહ્યો; અને તેથી બિચારા ડેવી ડોસાને ફિકર થવા માંડી કે, છોક્રો બીમાર પડી ગયા છે કે શું. પણ જેસન તો ભવિષ્ય માટેની પિતાની યોજના જ વિચારતો હતો. અને એક યોજના તેના મગજમાં બરાબર ગોઠવાતાં તે ઠેકડો ભરીને પથારીની બહાર નીકળી આવ્યો અને ઠંડા પાણીની ડોલમાં માથું ઝબકોળી, માથું લૂછતો અને ખાવાના મોટા બૂડા ભરતો ડેવીને પૂછવા લાગ્યો,
ડેવી, ટાપુની આ બાજુએ આટ દળવાની ઘણી પન-ચક્કીઓ છે શું?”
“ના રે ના, દીકરા; ઘણી તો શું, એક્કોય નથી!”
એટલે કે, સલ્લી અને કસીની પન-ચક્કીઓથી નજીકમાં કોઈ જ ચક્કી નથી ને?”
“એથી પાસે એકેય નથી દીકરા.”
તો આટલામાં કોઈ પન-ચક્કી શરૂ કરે તો?”
“વાહ, તો તો આ તરફના ખેડૂતો તેના માથા ઉપર એટલા આશીર્વાદ વરસાવે કે, ન પૂછો વાત!”
“તો અત્યાર સુધી કેમ કોઈએ આ તરફ ચક્કી નાખી નથી?”
“બેટા, કોઈ મેક્સ બચ્ચો એવી તરખટમાં ન પડે તે દશ ગાઉ ચાલીને દળાવવા જાય, પણ....”
વાત એમ હતી કે, બેલૂરની ઊંચાઈએથી એક પાણીદાર વહેળો ધસમસતો ઊતરી આવી, પૉર્ટી-વૂલી આગળ થઈ દરિયાને જઈ મળતો
૧. વહેતા કે નીચે પડતા પાણીના જોરથી ચાલતી ઘંટી. – સંપા. ૨. મૈન ટાપુના વતનીને કે તેની ભાષાને “મેકસ' કહે છે. – સંપા.