________________
૧૫૫
અવળચંડી ભવિતવ્યતા હતો. જેસન જ્યારે જ્યારે સ્ટિકન એશની ઝૂંપડીમાં રાખેલાં મસાલો ભરેલાં પંખીઓના પિતાના સંગ્રહસ્થાને આવતો જતો ત્યારે એ વહેળે જોઈને તેને અચૂક વિચાર આવતો કે, આના પાણીથી પનચક્કી સરસ ચાલે!
તરત જ તે રસ્તાની અને દરિયા-કિનારાની વચ્ચે આવેલી જમીન ખરીદવા મિસિસ ફેરબ્રધર પાસે દોડ્યો અને પાણી વાપરવાના હક માટે બેલિફ પાસે. પછી એક ગાડું ભાડે કરી લાવ્યો અને ટેકરી ઉપરથી પથ્થરો ભરી લાવવા માંડયો. ટૂંકમાં, થોડા જ વખતમાં તે પોતાની યોજનાના કામે લાગી ગયો.
તેણે સુતાર, લુહાર, અને સલાટને કામે લગાડી દીધા. પણ ભીંતો ઊભી કરવાના કામમાં અને છાપરું છાજવાના કામમાં તો તે જાતે જ લાગ્યો. અવારનવાર તેને ડૅવીની મદદ લેવી પડતી. તેને બાંધકામનો કશે અનુભવ ન હતો, પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આખો દિવસ તે પથારીમાં ગુપચુપ પડ્યો રહે અને વિચાર કર્યા કરે. પછી મુશ્કેલીનો ઉકેલ જડી આવે એટલે તે ઠેકડો મારીને પથારીમાંથી બહાર કૂદી પડે અને કામે લાગી જાય. '
સવારથી સાંજ સુધી તે ઝોડની પેઠે કામે વળગેલો રહે.
બે મહિનામાં તો ભીંતો ઉપરનો પહેલો આડો પાટડો નંખાઈ ગયો અને આખી પન-ચક્કી ચાલુ થવાને થોડી જ વાર એટલે કે થડી જ મહેનત બાકી રહી.
ડેવી જઈ જઈને મિસિસ ફેરબ્રધરને કહેતો, “આ જુવાનડો ખશે કામનો માણસ છે. તે કેટલું બધું કામ કરે છે, અને તેને કેટલું બધું આવડે છે? થેડા જ વખતમાં આ પન-ચક્કી શરૂ થઈ જ જાણો...”
- “અને પછી પૈસાની ટંકશાળ પણ શરૂ થઈ જશે, ખરું ને?” મિસિસ ફેબ્રધરે પૂછયું.