________________
૧૪૮
આત્મઅહદાન “એટલે કે, મારે એનાથી હંમેશ માટે છૂટા પડવાનું – મારે એને તદ્દન ભૂલી જવાની, અને તેના હિત-અહિત વિશે કશી લેવાદેવા નહિ રાખવાની, એમ? પણ તું જાણે છે કે, એ મને કેટલી વહાલી છે; એ મારી આંખોનું નૂર છે. ભગવાન તને ઊલટું વિચારવા બદલ આકરી સજા કરશે, કર્કશા !” ' “જુઓ, તમારે ફાવે તેમ બોલવું નહિ; નહીં તો હું તેને એ શરતે પણ અહીં નહીં રાખું.”
“સાચી વાત છે; એ બિચારીના મેનો રોટલો છીનવી લેવાનો મને કશો હક નથી. ગ્રીબાને જેમ કરવું હોય તેમ કરે.” એમ વિચારી આદમે ગ્રીબાને કહ્યું, “બેટા, તું જ વિચારી લે : હું ઘરડો અને ગરીબ છું; તેમજ મારી મૂર્ખાઈને કારણે ઘરબાર વગરનો થઈ ગયો છું. મારી ચિંતા ન કરીશ, કારણ કે હું મારું તો ગમે તેમ કરીને ફોડી લઈશ; આમેય મારે ઘણા દહાડા તો કાઢવાના છે નહિ, અને એટલા દિવસ તો ગમે તેમ કરીને નીકળી જશે. પણ તારે મારી મુર્નાઈઓને કારણે કે કમનસીબીને કારણે કશું સહન કરવાની જરૂર નથી. મારી સાથે તું રહીશ તો કંગાલિયત અને ભૂખમરો જ તારે વેઠવાનાં છે; અને તારી મા સાથે રહીશ તો તને મબલક ખાનપાન તે મળશે. માટે બેટા, તું તારી મેળે ક્યાં રહેવું છે તે પસંદ કરી લે – ઉતાવળ કર; કારણકે, અહીં મારું હૃદય ફાટી પડવાનું થયું છે.”
ગ્રીબાએ તરત જ માથું ઊંચું કરીને, સળગતી આંખે સાથે જવાબ આપ્યો, “મારે પસંદ કરવાનું છે, બાપુ? તો તો બીજી કશી પસંદગીનો સવાલ જ નથી. હું તમારી સાથે ધરતીના છેડા સુધી આવવા તૈયાર છું – ભલે આપણે માથે ખુલ્લા આકાશનું જ છાપરું રહેવાનું હોય.”
આદમ તરત ખુરશી ઉપરથી ઊછળીને ઊભા થઈ ગયો. તેના આંસુભીના ચહેરા ઉપર ભારે આનંદની આભા છવાઈ ગઈ. તે બોલી