________________
આદમની વિદાય
૧૪૭ અને તું જે કરારનામાની વાત હમણાં કરતી હતી તેની રૂએ પણ આ મિલકતની ભાગીદાર છે.”
હા, પણ એ તો હું જયારે મરી જાઉં ત્યારે! અત્યારે એ વાત વચ્ચે લાવવાની જરૂર જ ક્યાં છે?”
“એ વાત ખરી; પણ તે પહેલાં તું એને ભૂખે મરતી જોશે? અથવા ફાવે તેવા લગ્નની ધૂંસરીમાં જોડી દેશે?”
“હું તેને એક જ શરત રાખવા તૈયાર છું.” “કઈ શરત, રૂથ ?” “એ કે, પછી તમારો તેના ઉપર કશે હકદાવો નહીં રહે.”
એટલે?”
એટલે એમ કે, પછી તમારે એની સાથે કશો સંબંધ નહીં રાખવાનો – એને તમારે મળવાનું નહિ, એની સાથે વાત કરવાની નહિ કે પત્રવ્યવહાર પણ કરવાનો નહીં.”
પણ એમ શા માટે?”
“કારણકે, મેં તેના ભવિષ્ય માટે કંઈ વિચારી રાખ્યું હોય, તેમાં તમે આડે આવો જ, એની મને ખાતરી છે.”
તારી વિચારેલી યોજનાને માઇકેલ સન-લોસ સાથે સંબંધ છે, શું?”
ના રે ના, હરગિજ નહિ.” મિસિસ ફેરબ્રધરે તુચ્છકારથી માથું ઉછાળીને કહ્યું.
તો પછી આઇસલૅન્ડના વતની જુવાન જેસન સાથે સંબંધ
“હોય કે ન હોય, તે મારી બાબત છે; તમારે તે વાત સાથે કશી લેવાદેવા નથી.” . “એ તારી આખરી શરત છે?”
હા.”