________________
૩૬૪
આત્મ-બલિદાન . પેલા પાદરીએ જવાબ આપ્યો, “મારા જેવા બુઠ્ઠા ખસૂટની આંખો જો બરાબર કદર કરી શકતી હોય, તે મને તો તે યુવતી બહુ સુંદર દેખાય છે – એ નોકરડી થવાને લાયક જ નથી. તેના વાળ સુંદર મજાના છે, અને તેને અવાજ તો મધુર અને હૃદયસ્પર્શી છે.”
એક વાર તેને અવાજ સાંભળ્યો છે,” માઇકેલ સનલૉકસે કહ્યું; “પણ તેનો પતિ આઇસલૅન્ડનો હતો અને તે ગુજરી ગયા છે એમ તમે કહો છે, ખરું ને?”
હા, તેણે એમ જ કહ્યું હતું. અને એક બાબતમાં તે બિલકુલ મારા જેવી છે.” *
કઈ બાબતમાં વળી?”
“પતાને પતિ ગુજરી ગયો ત્યાર બાદ તે બીજા કોઈ પુરુષ ઉપર નજર નાખવા માગતી નથી – અને કદાચ એ ઇરાદાથી જ તે આ ગ્રીન્સી ટાપુમાં આવીને જીવતી દટાઈ ગઈ છે. હું પણ હવે બીજી કોઈ સ્ત્રીને મારી પ્રેમપાત્ર તરીકે મનમાં સ્થાપતો નથી તેમ!”
“આહા!” સન-લૉકસ આંધળાઓ જે રીતે ધીમેથી ગણગણે છે તે રીતે ગણગણ્યો; “ભગવાને જો મને પેવીને બદલે આવી મધુર, આવી વફાદાર, આવી સીધીસાદી સ્ત્રી આપી હોત તો!– પેલીને બદલે – અને છતાં – અને છતાં – ”
ગ્રીબા એ સાંભળી તરત જ મનમાં પોકારી ઊઠી, “બાપરે, આ તો મારા ઉપર પ્રેમમાં જ પડતા જાય છે ને કંઈ?”
અને તેણે ત્યારથી જ તેને પોતા પ્રત્યે વધુ ને વધુ પ્રેમમાં જકડતા જવાનો વિચાર કર્યો. એમ કરતાં કરતાં તે જ્યારે હંમેશ માટે તેને બની રહે, ત્યારે તેને પોતાના હાથ વીંટીને કહી દેવું, “સન-લોકસ, સન-લૉક્સ, હું ગ્રીબા છું, ઝીબા !”
ગ્રીબા આ નવા વિચારના જુસ્સામાં ઝુલતી હતી તે અરસામાં જ હસાવિક વૈદ્ય ગ્રીન્સી આવી પહોંચ્યો. તેણે કહ્યું કે, તેને આદમ