________________
સાચી વફાદાર
૩૬૩ અને ગ્રીબા તરત નાનકા માઇકેલને લૂછી-પૂછી, તેના સોનેરી વાળ ઓળી કરી, તેને બહાર મોકલી દેતી. પણ ત્યારથી તેના લક્ષમાં આવી ગયું હતું કે, માઈક્લ સન-લૉકસ તેના (ગ્રીવાના પગલાના અવાજને લક્ષ દઈને સાંભળવા પ્રયત્ન કર્યા કરતો.
અને એ વસ્તુથી તેને એવો ડર લાગવા માંડ્યો કે, પોતાને પ્રગટ થવાને યોગ્ય સમય આવે તે પહેલાં જ સન-લૉસ એને ઓળખી તો નહી કાઢે?
પણ એ ડર કરતાંય બીજો એક ભય તેને હવે રૂંધવા લાગ્યો - માઇકેલ સન-લૉસ તેને બીજી જ કોઈ પરદેશી રી – ઘરની નોકરડી – ગણીને અને જાણીને તે તેના તરફ આકર્ષાને નહીં હોય !
તરત જ ગ્રીબાનું અંતર માઇકેલ સન-લૉકસ તરફ ધૃણા અને તિરસ્કારથી ભરાઈ ગયું. કારણ કે, ઝીબાએ જોયું હતું કે, માઇકેલ સન-લોકસે ભૂલથી પણ તેને (ઝીબાને) અહીં કદી યાદ કરી ન હતી. ગ્રીબાને તે તેણે જાણે પોતાના મનમાંથી સદંતર ભૂંસી જ નાખી હતી.
- આવો વિચાર કોઈ પુરુષને પોતાની પ્રેમપાત્ર માટે આવ્યો હોત, તે તે એમ જ નક્કી કરી બેસત કે, “એ મને સદંતર ભૂલી જ ગઈ છે – અને બીજા કોઈને સ્વીકારીને ભવિષ્યમાં સુખી થશે. હું તો તેની કશી ગણતરીમાં જ નથી, તે પછી હું પણ મારો જુદો રસ્તો શોધી લઉં એમાં શું ખોટું?”
પણ સ્ત્રીને તર્કવિચાર જુદી જ રીતે ચાલે છે – ગ્રીબાએ એમ જ વિચાર્યું કે, “મને તે એ છેક જ ભૂલી ગયા છે, પણ મને ભૂલીને એ કયાં જવાના છે? હું છું ત્યાં સુધી જોઉં તો ખરી કે, બીજી કોણ એમને જીતી જાય છે! અરે, મારી પાસેથી કોઈ એમને ઝુંટવી લે એમ નથી!”
એક વખત સન લૉકસ પાદરીને પૂછી જ બેઠો – “આ નાનક માઇકેલની મા દેખાવે કેવી છે?”