________________
૩૬૨
આત્મ-બલિદાન તે તરત જ પોતાના કમરામાં દોડી ગઈ. ત્યાંના અરસામાં તેણે પિતાનું ગાભરું બની લાલ લાલ થઈ ગયેલું મોં જોયું. અચાનક પહેલી જ વાર તેને એમ લાગ્યું કે, પોતે હજુ સુંદર ચહેરા-મહોરાવાળી છે. માઇકેલ સન-લૉસને તેને (ઝીબાન) સુંદર ચહેરો ખૂબ જ પ્રિય હતો એ વિચાર આવતાં તે હર્ષ-પુલકિત થઈ ગઈ.
પણ તરત તેને વિચાર આવ્યો કે, માઇકેલ સન-લોકસ તો હવે અંધ બની ગયો છે – તે મારું મુખ શી રીતે ફરી કદી જોવા પામવાને છે? એ વિચાર તેના હૃદયને તરવારના ઘાની પેઠે ચીરી નાખવા લાગ્યો. તે લગભગ જડ બની જઈને સ્થિર ઊભી રહી. તેની સર્વ સંજ્ઞા જાણે લુપ્ત થઈ ગઈ. જ્યારે ફરીથી તેનું વિચારતંત્ર ચાલુ થયું. ત્યારે કોણ જાણે કેવી રીતે તેને હસાવિક વૈદનો વિચાર જ પહેલો સ્ફર્યો. ગંધકની ખાણામાં ખોદકામ કરવા જનારા મજૂરો ગંધકની ધૂણીથી આંધળા બની જાય, ત્યારે તેમની આંખોનો ઉપચાર કરનાર તરીકે હસાવિક મશહૂર હતે.
અને એ વૈદનો વિચાર જ ગ્રીબાને તે આખો દિવસ તથા પછીના દિવસે પણ જકડી રહ્યો, – તેને કેમ કરીને અહીં બોલાવવો અને માઇકેલ સન-લૉકસની આંખોને ઇલાજ કરાવવો ! અને એ વિચારના ભારથી તે જાણે ગૂંગળાઈ જવા લાગી. છેવટે તેણે પોતાની પાસેની રોકડના સંગ્રહમાંથી જરા આડકતરા કહેવાય તેવા માર્ગે એ વૈદને પૈસા મોકલાવ્યા અને તેને ગ્રીન્સી બોલાવ્યો, ત્યારે જ તે કંઈક સાંસતી થઈ.
પણ એ વૈદ આવે તેની રાહ જોવાના વચગાળામાં તેના અંતરને જુદો જ એક ભય ઘેરી વળ્યો.
માઈકેલ સન-લૉકસ અને પોતાના દીકરા વચ્ચે પહેલી મુલાકાત થઈ ત્યાર બાદ રોજ સન-લૉકસ અંદરના કમરા તરફ મોં કરીને બૂમ પાડતે, “નાનકા માઇકલ! નાનકા માઇકલ! બેટા અહીં આવ ”