________________
સાચી વફાદાર રબ્રધર નામના કોઈ અજાણ્યા માણસે લંડનથી કાગળ લખીને એક જણની આંખોની દવા કરવા અહીં મોકલાવ્યો છે. અહીં કહી દઈએ કે, ગ્રીબાએ જ આદમ ફૅબ્રિધરના નામથી એ કાગળ તેને ફી સાથે મોકલાવ્યો હતો.
હસાવિકે પ્રથમ તો દિવસના અજવાળામાં માઇકેલ સન-લોકસની આંખ તપાસવાનો પ્રયત્ન કર્યો. પણ દરિયા તરફથી આવેલા ધુમ્મસને કારણે પ્રકાશ ધૂંધળો થઈ ગયો હોવાથી, છેવટે તેણે મીણબત્તી મંગાવી અને ગ્રીબાને તે બરાબર પકડીને પાસે ઊભા રહેવા જણાવ્યું.
ગ્રીબા કદી પોતાના પતિની આટલી નજીક વર્ષોથી આવી ન હતી. પણ અત્યારે તો તે તેના શ્વાસોચ્છવાસને અવાજ તો શું પણ તેને ધક્કોય પોતાના દિલે અનુભવાય એટલી નજીક ઊભી હતી. તેના પતિની આંખ ઉપર એક પાતળું પડળ જ તેને દેખાઈ જતી અટકાવી રહ્યું હતું. ઘડીભર તો પોતાની તરફ મોં કરી રહેલો માઇકેલ સનલૉકસ પોતાને જ બરાબર નિહાળી રહ્યો છે એમ પણ તેને લાગ્યું, અને તેને હાથ કંપી ઊઠ્યો. તરત જ પેલો વૈદ્ય બોલી ઊઠ્યો –
જો, જો, બાઈ, તારા હાથમાંની મીણબત્તી આ મહેરબાનના મોં ઉપર જ પડશે!”
ગ્રીના મહાપરાણે સાંસતી થઈ; પણ એ વૈદ્ય નિરીક્ષણ કર્યા બાદ પોતાના પતિ ફરી દેખતો થઈ શકશે કે નહિ એ બાબત શો ફેસલો આપશે તેની ચિંતામાં પડીને તરત પાછી ધ્રૂજવા લાગી.
વૈદ્ય થોડી વાર ચૂપ રહ્યો – ત્યાર પછી તેણે સન-લૉકસને કહી દીધું – “તમારી આંખ ફરી દેખતી ન થઈ શકે એવું કશું જ કારણ હું જોઈ શકતો નથી.'
તરત જ બાઈકેલ સન-લૉકસ બોલી ઊઠયો – “ભગવાનની દયા! દયાનિધિનો જય!”