________________
આત્મ-બલિદાન પણ ગ્રીબાના હાથમાંની મીણબત્તી હવે જમીન ઉપર જ પડી ગઈ. અને તે તરત જ મહાપરાણે હોઠ ભીડેલા રાખી કમરાની બહાર દોડી ગઈ. બહાર જઈને તે પણ ડૂસકાં ભરતી ભરતી મોટેથી બોલવા લાગી – “ભગવાનનો જય! કરુણાળુ પ્રભુ તમારો !”
પછી પોતાના કમરામાં દોડી જઈ તેણે પોતાના પુત્રને હાથમાં તેડી લઈ, તેના સામું જોઈ જોઈ વારાફરતી રડવા માંડયું તથા હસવા માંડયું.
હા, હા, તે દેખતા થશે જ અને પોતાના પુત્રને પોતાના પુત્ર તરીકે તરત ઓળખશે. હા, હા, નાનકા, તને એ તરત ઓળખી કાઢશે; કારણકે, તારું માં અદ્દલ તારા બાપુ જેવું જ છે, બેટા !”
વૈદ્ય બીજે દિવસે એક મહિના સુધી માઇકેલ સન લૉકસની આંખમાં નાખવાની દવા આપીને વિદાય થયો. મહિને પૂરો થયે તે ફરી પાછો આવવાનું અને તેની આંખ ફરી તપાસી આગળ શું કરવું તે વિચારવાનું કહી ગયો હતે.
પણ ગીબાને હવે એક જુદી જ ચિંતા કોરી ખાવા લાગી – માઈકેલ સન-લોકક્સ ફરી દેખતે થશે અને પિતાને જોશે, ત્યારે તેના મનમાં પિતા પ્રત્યેનો મૂળ ધિક્કાર કાયમ જ હશે, તો અત્યાર સુધી પિતે તેના અંધાપાને ગેરલાભ લઈ તેની પાસે રહેવાની આચરેલી ધૃષ્ટતા બદલ તેને ફરીથી હાંકી કાઢશે – અથવા તેનાથી તદ્દન વિમુખ થઈ જશે. પછી પોતે તેના આ કારાવાસમાં તેની સેવા બજાવવા માટે તેની પાસે નહિ રહી શકે. તેના કરતાં તે આવે ને આવો અંધ રહ્યો હોત, તે પોતે તેની સેવા-ચાકરી કરતી તેની નજીક રહી શકત અને તેની સંભાળ રાખી શકત. અને તરત તેને હાથે કરીને આ વૈદ્યને બોલાવવા બદલ પસ્તાવો થવા લાગ્યો. પણ થોડી વાર બાદ તરત તેને વિચાર આવ્યું કે, પોતે પાસે રહી શકે તે માટે પતિને અંધ રહેવા દેવા – તેમની આંખોને ઇલાજ થઈ શકે તેમ હોય તોપણ ન થવા દેવો –