________________
ફરી પાળે કાંથી !
૩૩૦
એ તે વફાદાર પત્નીનું લક્ષણ ન કહેવાય ! અને માઇકેલ સન-લૉક્સને તેની વફાદારી ઉપર જ વહેમ હતા ને? તેને તે ધન-પ્રતિષ્ઠા – વૈભવની જ યાર માનતેા હતા; પેાતાના ઉપર પ્રેમની નહિ ! “ધતૂ, મારે તેમની નજીક રહેવાના અને તેમની સેવા કરવાના લાભ છેાડીને, તેમને દેખતા કરવાના જ લાભ રાખવા જોઈએ. તે જ હું તેમની સાચી વફાદાર પત્ની ગણાઉં!'
.
ફરી પાછા કર્યાથી !
માઇકેલ સન-લૉક્સને તેના કારાવાસનાં અઢી વર્ષ દરમ્યાન બહારની દુનિયા સાથે બહુ થોડા જ સંપર્ક રહ્યો હતા. કાનૂન-પર્વત આગળ તેની ફરીથ્રી ધરપકડ કરવામાં આવી, ત્યાર બાદ રૅાવિકની જેલમાં તેણે તે દિવસે જે કંઈ બન્યું હતું તેને બધા હેવાલ સાંભળ્યો હતો – તેની સાથે જોતરેલા સાથી કોણ હતો, તેણે શું કર્યું હતું અને કહ્યું હતું, અને છેવટે તેની વીસુચિત યોજના પડી ભાગી ત્યાર બાદ તે કેવી રીતે કોઈ ન જાણે તેમ અલેાપ થઈ ગયો હતો – તે બધું.
ગ્રીન્સી આવ્યા પછી તેણે આદમ ફૅબ્રધરને એક જ પત્ર લખ્યો હતો, જેમાં તેણે તેમની તબિયતના સમાચાર પૂછયા હતા, ગ્રીબાની આજીવિકાની શી વ્યવસ્થા છે તે જાણવા ઇંતેજારી દર્શાવી હતી, તથા જૅસનના છેલ્લા જે કંઈ સમાચાર મળ્યા હાય તે જણાવવા આજીજી કરી હતી. પણ તેના. એ કાગળ આદમ ફૅરબ્રધરને પહોંચ્યો જ નહીં – કારણ કે, આઇસલૅન્ડના ગવર્નર-જનરલ એ જ ત્યાંના પેસ્ટમાસ્ટર-જનરલ પણ હતો !