________________
આત્મ-બલિદાન બીજી બાજુ આદમે પિતા તરફથી બે કાગળો માઇકેલ સનલૉકસને લખ્યા હતા : એક કૉપનહેગનથી લખ્યો હતો; કારણ, ગ્રીના ગ્રીષ્મી ચાલી ગઈ પછી તે પોતે તેના પૈસાની મદદથી ડેન્માર્કના રાજાને રૂબરૂ મળવા કૉપનહેગન ચાલ્યો ગયો હતો. અને બીજો તેણે લંડનથી લખ્યો હતો– કૉપનહેગનમાં નિષ્ફળ નીવડયા પછી તે જુદી જાતની કોશિશ કરી જોવા લાંડન ગયો હતો. પણ એના બંને કાગળોનીય એ જ વલે થઈ હતી. આમ બે લાંબાં વર્ષ સુધી ધરતીને છેડે આવેલા ગ્રીન્સીમાં દેશનિકાલ થયા બાદ, માઈકલ સન-લૉસને કોઈના કશા જ સમાચાર મળ્યા ન હતા.
પણ એ સમય દરમ્યાન જૉર્ગન જૉર્ગન્સન તરફથી સન-લોકસ માટે ત્રણ અલિખિત હુકમે આવ્યા હતા ખરા! પહેલો હુકમ તેના ગ્રીસ્સી પહોચ્યા બાદ છ મહિના વીતતાં જ આવ્યો હતો – કે એક ડેનિશ યુદ્ધ-જહાજ બારામાં ચોકીપહેરો રાખવા મોકલી આપવામાં આવ્યું હતું. બીજો હુકમ એક વર્ષ વીત્યા બાદ આવ્યો હતો – એક વાવટો ધજાદંડ સાથે મોકલી આપવામાં આવ્યો હતો તે ફરકાવીને પેલા પાદરીએ, કેદી સહીસલામત છે તેની નિશાની, દિવસમાં બે વખત પેલા યુદ્ધ-જહાજને પહોંચાડવાની હતી. અને ત્રીજો હુકમ એક મોટું તાળું અને કૂંચીના રૂપમાં આવ્યો; - માઇલ સન-લૉક્સને હવે છૂટો રાખવાને બદલે એક ઓરડામાં કેદ પૂરી દેવાનો હતો અને બહાર એ તાળું લગાવવાનું હતું.
આ ત્રણે હુકમ આદમ ફેરબ્રધરે ડેન્માર્કમાં અને લંડનમાં જઈને જે ધમાલ મચાવી હતી તેના જવાબરૂપે હતા. પણ પછી તરત જ ચોથે હુકમ આવ્યો કે, પાદરીએ પોતાના જાનના જોખમે કેદી છટકી ન જાય તેની તકેદારી રાખવાની છે, કારણકે, ગમે તે ઘડીએ હવે માઇકેલ સન-લૉસને પ્રાણદંડની સજા કરવાની છે.
આ છેલ્લા ભૂંડા સમાચાર, હસાવિકના વૈદે માઇકેલ સન-લૉકસની આંખોના નૂર બાબત આપેલા સારા સમાચારની લગોલગ જ આવ્યા;