________________
ફરી પાછે ક્યાંથી !
૩૬૯ એટલે વૈદે આપેલા સમાચારથી જે આશા અને ઉલ્લાસ પ્રગટયાં હતાં, તે બધાં એક ઝટકે નાબૂદ થઈ ગયાં. માઇકેલ સન-લૉકસે એ સમાચાર પૂરી સ્વસ્થતાથી સાંભળ્યા. તેણે કહ્યું કે, તેના પોતાના જીવનમાં એક પણ સારી ઘટના તેની તરત જ પછી વધુ ભૂંડી ઘટના આવ્યા વિના સંભવી જ ન હતી. પેલો પાદરી બિચારો તો એ હુકમ સાંભળી લગભગ ભાગી જ પડ્યો. કારણ કે આ છેલ્લાં બે વર્ષ દરમ્યાન, માઇકેલ સન-લૉકસ તેના પુરાનું સ્થાન લેવા લાગ્યો હતો – એ પુત્રા, જે તેની દારૂડિયાપણાની કુટેવને રોકવાની બાબતમાં પિતા સમાન નીવડ્યો હતો !
પણ ભલા સિક્સની યાતના કરતાં પણ ગ્રીબાની યાતના વળી વિશેષ હતી. તે તો હવે બહાર કશોક અવાજ આવે, એટલે માઇકેલ સન-લૉકસને દેહાંતદંડ દેવા લઈ જવા માટે સૈનિકો જ આવ્યા છે એમ માની લેતી. અને બરફના પહાડો કિનારે અથડાઈને તૂટવાનો અવાજ આવે, ત્યારે તે એમ માની લેતી કે, સૈનિકોએ માઇકેલ સન-લૉકસને બંદૂકે દઈ દીધો છે. તેની બિચારીની બધી તપસ્યા – બધી જ આશાઓ એકદમ ધૂળભેગી થઈ ગઈ હતી.
એક વખત તે ધૂનમાં ને ધૂનમાં ડેનિશ યુદ્ધ-જહાજ જે તરફ ખડું હતું તે તરફ દોડી ગઈ – તપાસ કરવા કે, માઇકેલ સન-લૉકસને માટે દેહાંતદંડનો જે હુકમ આવ્યો છે તેમાં નામ લખવા કે વાંચવામાં કંઈ ભૂલ તો નથી થઈ?– કારણ કે, આ બિચારે આંધળો આવા નિર્જન ટાપુમાં પુરાઈ રહ્યો છે, તેનાથી કોને કશો ડર હોઈ શકે ભલા, જેથી તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે!
પણ કિનારે ગયા પછી તેની હિંમત ભાગી ગઈ, અને તે કોઈને મળ્યા વિના ઘર તરફ પાછી ફરી. તે વખતે તેણે ઘરમાંથી આવતો તેના નાના પુત્ર સાથે વાતચીત કરતા કોઈ અજાણ્યાનો અવાજ સાંભળ્યો. એ અવાજ માઇકેલ સન-લૉસનો તો નહતો જ. આ૦ – ૨૪