________________
૩૭૦
આત્મ-બલિદાન તો બેટા, તારું નામ માઇકેલ છે, કેમ? અને તારું માં તારી માના મેને કેટલું બધું મળતું આવે છે!” અને એટલું બોલતાંમાં તો તે અવાજ બોલનારના ગળામાં જ જાણે રંધાઈ જવા લાગ્યો – જાણે કશા ભારે દુ:ખની યાદનો ડચૂરો કંઠમાં ભરાયો હોય !
ગ્રીબા એકદમ ગાભરી બની ગઈ. તે જેવી હાંફળીફાંફળી તે કમરામાં દાખલ થઈ કે તરત જ એક જણ ઢીંચણ ઉપર બેસાડેલા નાનકા માઇકેલને જમીન ઉપર મૂકી દઈને ઉતાવળે બેઠક ઉપરથી ઊભો થઈ ગયો.
એ માણસ જૈસન હતો.
આ બે વર્ષ દરમ્યાન યુરોપમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક નવી ખેંચતાણ ઊભી થઈ હતી. નેપોલિયન બોનાપાર્ટ ઈંગ્લૉન્ડ ઉપર ચડાઈ કરવા ડેન્માર્કને જહાજી કાફલો કબજે કરવા સારુ ડેન્માર્ક ઉપર જમીનમાર્ગે હુમલો શરૂ કર્યો. પણ ઇંગ્લેન્ડને નૌકાધ્યક્ષ નેલ્સન તેના કરતાં વધુ ચોકંદો નીકળ્યો – તેણે એકદમ કૉપનહેગન તરફ દરિયામા ધસી જઈ, ડેન્માર્કનાં બધાં જહાજો કબજે કરી ઇંગ્લેન્ડ ઘસડી આપ્યાં.
આદમે આ વાત સાંભળી કે તરત તેણે નેલ્સન પાસે દોડી જઈ ખબર આપી કે, ડેન્માર્કનું એક યુદ્ધજહાજ હજુ બાકી છે : માઇકેલ સન-લૉકસ નામે એક બ્રિટિશ પ્રજાજનને એ ટાપુમાં પૂરી રાખવા એ જહાજને કેટલાય દિવસથી ગ્રીન્સી ટાપુ તરફ મૂકી રાખવામાં આવ્યું છે. નેલ્સને તરત એ જહાજને પણ કબજે કરવા પોતાનું એક યુદ્ધજહાજ આદમ સાથે ગ્રીન્સી તરફ રવાના કરી દીધું, તથા એ બ્રિટિશ પ્રજાજનને પણ મુક્ત કરી પેલા ડેનિશ જહાજ સાથે લેતા આવવાનો હુકમ કર્યો.
પણ નેલ્સને ડેન્માર્કનાં યુદ્ધજહાજોનો આમ કબજો લીધે છે એ સમાચાર જૉર્ગન જૉર્મન્સનને રેકજાવિક પહોંચ્યા કે તરત તે