________________
ફરી પાછો ક્યાંથી !
૩૭૨ સમજી ગયો કે, આમાંથી તો ડેન્માર્ક અને ઇંગ્લૅન્ડ વચ્ચે યુદ્ધ જ ફાટી નીકળશે – અને એ યુદ્ધમાં ઇંગ્લેન્ડની નૌકા-તાકાત જ જીતશે. એ બધી ધમાલમાં અગત્યની અને બિન-અગત્યની વાતોની તો ખીચડી જ થઈ જશે. ઇંગ્લેન્ડવાળા કદાચ માઇકેલ સન-લૉસને બ્રિટિશ પ્રજાજન ગણી તેનો કબજો મેળવવા અને તેને પહેલાંની પેઠે આઇસલૅન્ડના ગવર્નર-જનરલ કે પ્રેસિડન્ટ બનાવવા પ્રયત્ન કરશે. એટલે પિતાનું પદ સહીસલામત રહે તે ખાતર તેણે તરત ગ્રીસ્સી આગળ મૂકી રાખેલા યુદ્ધ-જહાજના કમાન્ડરને તાબડતોબ થોડા સૈનિકો જમીન ઉપર ઉતારી, માઈકેલ સન-લૉસને દેહાંતદંડ દેવાનો હુકમ લખી મોકલ્યો.
પણ આ હુકમની વાત રજાવિકમાં તરત ફેલાઈ ગઈ, એટલે જ્યારે એ હુકમ લઈને જનારા બે ડેનિશ સંરક્ષકોને આઇસલૉન્ડનું નિર્જન વેરાન વીંધી ગ્રીન્સી તરફના કિનારે દોરી જવા માટે કોઈ ભેમિયા-જાણકારની શોધખોળ ચાલી, ત્યારે કાવિકમાંથી કોઈ એ કામ કરવા તૈયાર ન થયું.
આ અરસામાં જ જૈસને અચાનક રેકજાવિકમાં પાછી દેખા દીધી હતી. અત્યાર સુધી તે કયાં ગયો હતો કે તે શું કરતો હતો તે કોઈ જાણતું ન હતું. જોકે, તે શરીરથી અને મનથી એવો ભાગી પડ્યો હતો કે ભાગ્યે કોઈ તેને ઓળખી પણ શકે. તે રાતદિવસ પીઠાંમાં પડી રહેતો અને ખૂબ દારૂ ઢીંચ્યા કરતો તથા મોટેથી ગાયા કરતો. તેના ચેનચાળા જોઈ સૌએ તે લાંબુ જીવે એની આશા જ છોડી દીધી હતી. તે કંઈ નુકસાન ન કરી બેસે એટલી જ દરકાર લોકો રાખતા.
પણ જૉર્ગન જૉર્ગન્સનને જ્યારે ભાળ મળી કે જેસન આવ્યો છે, ત્યારે તેણે તેને રાજભવનમાં તેડાવી મંગાવ્યો. પણ જેસનની સ્થિતિ એવી વિચિત્ર થઈ ગઈ હતી કે, જૉર્ગન જૉર્ગન્સને તેને તરત જ