________________
૩૭૨
આત્મ-બલિદાન મકાન બહાર કઢાવી મૂક્યો. પછી તો જેસને દારૂ પીવામાં અને બૂમબરાડા પાડ્યા કરવામાં માઝા જ મૂકી દીધી. કોઈ તેને કશો ઠપકો આપવા કે સલાહ આપવા પ્રયત્ન જ કરતું નહિ.
પણ એ જ જૈને જયારે ચૌટાં-પીઠાંમાં ચર્ચાતી જૉગન જૉન્સનના છેલ્લા હુકમની વાત સાંભળી, ત્યારે અચાનક તે જાગ્રત થઈ ગયો; –તેનાં ઘેન-સુસ્તી સદંતર નાબૂદ થઈ ગયાં. એટલે જ્યારે ગાડે ભમિયાને શોધવા એ પીઠામાં આવ્યા, ત્યારે તે એકદમ ઠેકડો મારીને ઊભો થઈ ગયો અને બોલ્યો, “હું તમને રસ્તો બતાવવા સાથે આવવા તૈયાર છું.”
પણ તારા જેવા ગરાડીને સાથે લઈ જઈને શું કરીએ?” એક ડેનિશ ગાર્ડ બોલી ઊઠયો.
જેસન કંઈક વિચાર કરીને પાછો સુસ્તીમાં પડી ગયો હોય તેવો દેખાવ કરીને બોલ્યો, “મા'ળું એમ બને ખરું. ભલે, ભલે, તમે બીજો કોઈ ભેમિયો જ શોધી લો.”
પણ લોકોને ખબર પણ પડે કે તેનું શું થયું છે, તે પહેલાં તો તે રેકજાવિકની બહાર નીકળી ગયો અને નિર્જન વગડો ખૂંદતો ગ્રીન્સી તરફ વેગે આગળ વધવા લાગ્યો.
બીજે જ દિવસે ગાડૅને બીજો સારો ભોમિયો મળી ગયો અને તેઓ પણ ગ્રીન્સી તરફ કૂચકદમ કરવા લાગ્યા.
ત્યાર પછીને દિવસે જ કૉપનહેગનથી એક ડેનિશ કપ્તાન રેકજાવિક આવ્યો. તેણે જૉર્ડન જૉર્ગન્સનને ખબર આપ્યા કે, વેસ્ટમેન ટાપુઓ આગળ એક બ્રિટિશ યુદ્ધજહાજને આઇસલૅન્ડના ઉત્તરકિનારા તરફ પૂરપાટ ધસી જતું મેં જોયું છે.
જૉર્ગન જૉર્ગન્સન તરત સમજી ગયો કે, એ બ્રિટિશ યુદ્ધજહાજ ગ્રીન્સી આગળ મૂકવામાં આવેલા ડેનિશ યુદ્ધજહાજનો કબજો