________________
ફરી પાછે. ચાંથી!
૩૦૩
લેવા જ જાય છે. પણ જો ઇંગ્લેંગ્લૅન્ડવાળાઓને દૂરને ખૂણે મૂકવામાં આવેલા એ યુદ્ધ-જહાજની માહિતી કોઈની ફૂટથી મળી હાય, તો તે યુદ્ધ-જહાજ ત્યાં કયા કેદીને સાચવવા મૂકવામાં આવ્યું છે તેની પણ તેમને માહિતી આપી હાવી જોઈએ. બ્રિટિશ દરિયાઈ-કમાનોની તાસીર જૉર્ગન જૉર્ગન્સન બરાબર પિછાનતો હતો : તે ચાંચિયાનો ધંધા કરનારા તથા ખૂન-તરસ્યા તોફાની માણસા હોતા; અને જો ગ્રીમ્સી પહોંચ્યા પછી તે માઇકેલ સન-લૉક્સને મારી નાખવામાં આવેલો જાણશે, તો તે રેકાવિક આવીને તેને – જૉર્ગન જૉર્ગન્સનને · પણ ગમે ત્યાંથી પકડી કાઢીને નજીકને થાંભલે લટકાવી દીધા વિના નહિ રહે.
જૉર્ગન જૉર્ગન્સન તરત જ સાબદા થઈ ગયા : માઇકેલ સન-લૉક્સને ઠાર કરવાનો પાતે મેલાવેલો હુક્મ કેમ રદ કરાવવા અને માકૂફ રખાવવા એની પેરવીમાં તે તરત પડયો. પહેલો હુકમ લઈને જનારા ગાર્ડે એક દિવસની મુસાફરી જેટલા આગળ નીકળી ગયા હતા; અને પેાતાના એવા કોઈ માણસ ઉપર તેને ભરાંસા ન હતો કે, જે ચીવટ રાખી પેાતાનો નવા હુકમ તેમને વેળાસર પહોંચાડવા પ્રયત્ન કરે! એટલે પેલા ગાર્ડની પાછળ દોડધામ કરતો તે પાતે જ ઊપડયો કદાચ થિંગ્વેલિર પહેાંચતા સુધીમાં જ તે પેલા ગાર્ડને પકડી પાડી શકશે, અથવા કંઈ નહિ તો છેવટે હુસાવિક આગળ હોડીમાં બેસતા પહેલાં તો જરૂર પહોંચી વળશે – એમ માનીને.
આમ ચાર મંડળીએ ગ્રીમ્સી તરફ ધસમાટ ધસી રહી હતી : અંગ્રેજ યુદ્ધ-જહાજ ડેનિશ યુદ્ધ-જહાજનો કંબજો લેવા; ગવર્નર-જનરલ જૉર્ગન જૉર્ગન્સનના ગાર્ડે માઇકેલ સન-લૉકસને તાબડતોબ ઠાર કરવાનો હુકમ લઈને; જૉર્ગન જૉર્ગન્સન પોતે એ હુક્મ રદ કરાવવા માટે; અને જૅસન જે સૌથી પહેલો ઊપડયો હતો તે કયા હેતુથી ત્યાં ગયો હતો તે કોઈ જાણી શકે તેમ ન હતું.
અને ગ્રીમ્સી સૌથી પહેલાં પહોંચ્યા પણ જૅસન જ.
-