________________
૨૭૪
આત્મ-બલિદાન
જેમને નાનકા માઈકેલને ઢીંચણ ઉપરથી નીચે ઉતારીને એકદમ ઊભા થઈ જઈ ઝીબા સામું જોયું કે તરત ગ્રીબા ગાભરી બની જઈને લથડિયું ખાઈ ગઈ. પણ જેસને તરત તેને સંભાળીને હાથમાં પકડી લીધી તથા તેના કાનમાં ધીમેથી કહ્યું, “મારે એક અગત્યની વાત તને કહેવાની છે – તે સાંભળી લીધા પહેલાં તું બૂમાબૂમ કરીને બીજા કોઈને અહીં ન બોલાવતી.”
ગ્રીબા જાણે તેનો સ્પર્શ ડંખ્યો હોય તેમ તરત તેના હાથમાંથી છૂટી થઈ જઈને જરા દૂર ઊભી રહીને ફાટેલી આંખ સાથે પૂછવા લાગી, “હું અહીં છું એવું જાણીને તમે અહીં આવ્યા છો?”
“તમે ક્યાંથી આવ્યા છે?” “રેકજાવિકથી.”
ખાડામૈયા તથા પથ્થરની તીણી ધારો ઉપર ચાલવાથી ચિરાડા પડેલા અને લોહીલુહાણ થયેલા તેના પગ તરફ નજર કરી લઈને ગ્રીના બોલી, “પગે ચાલતા આવ્યા છે?”
“હા, પગપાળો જ આવ્યો છું.” જેસને જવાબ આપે. “કયારે ત્યાંથી નીકળ્યા હતા?” “પાંચ દિવસ પહેલાં.”
“તો તો આખે નિર્જન વગડો ખૂંદીને આટલે સુધી આવવા માટે રાત અને દિવસ ચાલ્યા હશો?”
“રાત અને દિવસ જ ચાલ્યો છું.”
એકલા જ?” “હા, એકલો જ.”
ગ્રીબા હવે ધીરજ ગુમાવીને બોલી ઊઠી, “શું થયું છે? શું થવાનું છે? મારાથી કશું ન છુપાવતા. મેં ઘણું ઘણું સહન કર્યું છે,