________________
ફરી પાછા ક્યાંથી!
૩૭૫ તો એ નવું પણ હું સહન કરી શકીશ. તમે શા માટે આવ્યા છે, એ મને કહી દો.”
“તારા પતિને બચાવવા માટે!” એટલું કહી જૈસને ગ્રીબાને સાંસતી થવા વિનંતી કરતાં કરતાં એ વાત કહી સંભળાવી કે, માઇકેલ સન-લૉસને તલણ ઠાર કરવાનો હુકમ લઈને ગાડે રેકજાવિકથી આ તરફ આવવા નીકળી ચૂક્યા છે.
એટલું સાંભળતાંમાં તો ગ્રીબા હૃદયાફાટ રુદન કરવા મંડી ગઈ. જેસને અસહાયપણે ચૂપ રહી, તેને ડ્રમ હળવો થવા દીધો. તે મનમાં એટલું જ વિચારી રહ્યો કે, “ગ્રીબા પેલાને કેટલી બધી ચાહે છે!”
પછી ઝીબા જ્યારે જરા સાંસતી થઈ, એટલે જૈસને મંદ હસતાં હસતાં, પોતાની આંખમાંથી મોટાં ફોરાંએ વહેતાં આંસુ અવગણીને કહ્યું, “આમ ગભરા થઈ જવાની જરૂર નથી. એ હુકમને પહેલેથી જાણી લઈ, તેને ઉપાય કરવા તો હું પોતે આટલો ઉતાવળે દોડી આવ્યો છે. હજુ વાત એટલી વણસી નથી ગઈ કે જેથી તેનો કોઈ ઉપાય જ ન થઈ શકે.”
હવે વળી શો ઉપાય થઈ શકે? તમે જ કહો છો કે ઠાર કરવાનો હુકમ લઈને ગાડ ઉતાવળા અહીં આવી રહ્યા છે !” ગ્રીબા ડૂસકાં ભરતાં ભરતાં બોલી.
પણ હજુય નાસી છૂટવાનો ઉપાય થઈ શકે ને?”
“અશકય; બહાર આખું એક યુદ્ધ જહાજ તૈયાર ઊભું છે; અને કિનારા તરફના બધા રસ્તા ઉપર તપાસ રખાય છે.”
જેસન એ સાંભળી હસી પડયો. “અરે કિનારાની એકે એક કરાડ ઉપર ચોકીપહેરો હોય, તોપણ દરિયા-રફતે નાસી છૂટવું હોય તો નાસી છુટાય. અને બંદરમાં યુદ્ધજહાજ ભલે ઊભું હોય, તો પણ હું શેર્લેન્ડની જે કિસ્તીમાં આવ્યો છું, તે હજુ કિનારા ઉપર જ માછલાં