________________
૩૦૬
આત્મ-અલિદાન
ભરવાને બહાને થાભી છે; અને હું નિશાની ન કરું ત્યાં સુધી ઊપડવાની નથી.
""
ગ્રીબા હવે સંપૂર્ણ ગાભરી બની ગઈ હતી. પાણીમાં ડૂબતું માણસ બીજા કશાના વિચાર કર્યા વિના તરણાને પણ પકડે તેમ, તે પેાતાના પતિને બચાવી લેવાને એક-માત્ર માર્ગ કે ઉપાય જૅસન જ કરી શકે તેમ છે એમ માની, બીજો કશે! વિચાર કર્યા વિના તેના તરફ આશાભરી નજરે જોતી મંદ અવાજે બોલી ઊઠી, “તમે મારા પતિને ભગાડવાની કોશિશ કયારે કરી શકવા ધારા છે? ’
“આવતી કાલે પરોઢ થતા પહેલાં બે કલાક અગાઉ.” “કેમ એટલા મેાડા ?'
66
કારણ કે, આજકાલ ચાંદનીવાળી રાતો છે; અને શરૂઆતમાં અજવાળું વધારે હોય.”
“તો હું તે વખતે તૈયાર થઈ રહીશ.”
Co
તારા નાનકાને પણ તૈયાર રાખજે.
“હા, હા, તેને પણ તૈયાર રાખીશ જ.”
“કોઈને કશી વાત ન કરતી; અને કોઈ કંઈ પૂછે તો બને તેટલો જવાબ ટાળજે. તું જે કંઈ સાંભળે, અથવા હું જે કંઈ કરું કે કરવાના ઢોંગ કરું તોય એક શબ્દ પણ બોલતી નહિ; માં ઉપર પણ કશે ફેરફાર દેખાવા દેતી નિહ કે જેથી કોઈ કંઈ સમજી જાય. બોલ, વચન આપે છે?”
""
“હા, હા, વચન આપું છું.” પણ આટલે સુધી આવ્યા પછી અચાનક તેના મનમાં કશાક વિચાર સ્ફુર્યો. તેણે ડરતાં ડરતાં આડું જોઈને અને નાનકા માઇકેલના માથાના વાળમાં આંગળીઓ ફેરવતાં ફેરવતાં કહ્યું, “પણ જૅસન, તમે મને દગા તો નહીં દે ને ?''
“તને શા માટે દગા દઉં, વાહ? કેવા સવાલ પૂછે છે? બીજા કોઈની વાત તો કદાચ ન કહી શકું; પણ તને હું દૂભવું કે દગા દઉં, એવું તું ખરેખર માને છે?”