________________
ફરી પાછા કાંથી !
ગ્રીબા વિચારમાં પડી ગઈ. એવી વિચારગ્રસ્ત કે વિચારમૂઢ અવસ્થામાં જ તે આગળ બોલવા લાગી
66
“એક વાત સાંભળી લો; હું જો કે અહીં રહું છું, પણ મારા પતિ એ વાત જાણતા નથી. તે આંધળા છે, અને મને દેખી શકતા નથી; તથા મેં પણ અમુક કારણાથી તેમની આગળ છતા થવાય એવું કાંઈ જ કર્યું નથી — તેમની સાથે આ બધા સમય દરમ્યાન સીધા એક શબ્દ પણ હું બોલી નથી.
,,
-
66
એક શબ્દ પણ નહીં.
66
તું આ ઘરમાં કેટલા સમયથી રહે છે? ”
""
બે વર્ષથી.
So
મેાઢામેાઢ એક શબ્દ પણ બોલી નથી?”
"9
३७७
જૅસનને હવે સન-લૉગ્સ સાથે ગંધકની ખાણમાં થયેલી વાતચીત યાદ આવી; અને બીજી જ ક્ષણે તે બધું સમજી ગયા. માઇકેલ સનલૉક્સે પેાતાની પત્નીના પ્રેમ બીજો કોઈ પડાવી ગયો હોવાની વાત કરી હતી, અને એમ પણ કહ્યું હતું કે, ‘એ માણસ મારી નજરે કદી ન ચડે એમાં જ એનું હિત છે!' ગ્રીબાની બધી યાતના, તેનું બધું રહસ્ય હવે તેને સમજાઈ ગયું : માઇકેલ સન-લૉક્સ ગ્રીબાને બેવફા સ્ત્રી ગણી ધિક્કારતો હતો; એટલે તેને પેાતાની જાણમાં કદી પેાતાની પાસે રહેવા દે જ નહીં!
ગ્રીબાએ જૅસનને વિચારમાં પડી ગયેલો જોઈને પૂછ્યું, “ પણ મને તમારી વાત તો કરો : તમે અત્યાર સુધી કયાં હતા?”
“ હું ? અકુયેરી, હુસાવિક, રેવિક, રણવગડો – એમ બધે જ હતો, — એટલે કે કયાંય નહિ!”
-
66
તમે શું કરતા હતા ? ’”
“ દારૂ પીવા, જુગાર રમવા, ટૂંકમાં ખરાબ તેટલું બધું કરતો હતો; – એટલે કે કશું જ કરતો ન હતો! ”